fbpx
ગુજરાત

કોરોનાને લીધે પાવાગઢમાં દર વર્ષે યોજાતી પરિક્રમા મોકૂફ

કોરોના સંકટને કારણે અત્યાર સુધી અનેક કાર્યક્રમો અને આયોજનો રદ્દ કરવા પડ્યા છે. ત્યારે હવે યાત્રાધામ પાવાગઢ ખાતે યોજાતી પાવાગઢ પરિક્રમા કોરોના વાયરસને કારણે મોકૂફ રાખવામાં આવી છે. મહત્વનું છે કે પાવાગઢમાં છેલ્લા પાંચ વર્ષથી માગશર વદ અમાસે આ પરિક્રમા યોજવામાં આવે છે. પરંતુ હાલ રાજ્યમાં કોરોના વાયરસની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી આ પરિક્રમા રદ્દ કરવાનો ર્નિણય કરવામાં આવ્યો છે.
યાત્રાધામ પાવાગઢ ખાતે આ વર્ષે ૧૩મી જાન્યુઆરીએ પરિક્રમા યોજાવાની હતી. જેનું આયોજન પાવાગઢ પરિક્રમા યાત્રા સમિતિ અને સ્થાનિક યુવક મંડળ દ્વારા કરવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષથી આ પરિક્રમા માગશુર વદ અમાસે યોજવામાં આવે છે. પરંતુ રાજ્યમાં હાલ કોરોના વાયરસની સ્થિતિને કારણે આ પરિક્રમા રદ્દ કરવાનો ર્નિણય કરવામાં આવ્યો છે.
પાવાગઢમાં યોજાતી આ પરિક્રમામાં દર વર્ષે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં લોકો જાેડાતા હોય છે. મહત્વનું છે કે કોરોના મહામારીને કારણે અત્યાર સુધી અનેક ધાર્મિક કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા છે. આ અંગે વાત કરતા પાવાગઢ પરિક્રમા યાત્રા સમિતિના અધ્યક્ષ ડો. પરાગ પંડ્યાએ કહ્યુ કે, કોરોનાની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી આ પરિક્રમા મોકૂફ રાખવામાં આવી છે. જાે આગામી ચૈત્ર મહિનામાં પરિસ્થિતિ અનુકૂળ હશે તો યાત્રાનું આયોજન કરવામાં આવશે.

Follow Me:

Related Posts