રાજ્ય સરકાર દ્વારા કોરોનાને ડામવા માટે નવુ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. હવે ‘મારો વોર્ડ કોરોનામુક્ત વોર્ડ’ નું અભિયાન ગુજરાતભરમાં ચલાવવામાં આવશે. આરોગ્ય વિભાગ અને શહેરી વિકાસ વિભાગ દ્વારા આ અભિયાન માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
‘મારો વોર્ડ કોરોનામુક્ત વોર્ડ’ ની સીધી જવાબદારી મહાનગરપાલિકા અને નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને સોંપવામાં આવી છે. જિલ્લા પ્રભારીમંત્રી ઇન્ચાર્જ મંત્રી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ‘મારો વોર્ડ કોરોનામુક્ત વોર્ડ’ અંતર્ગત લોકોની સતત મુલાકાત લઈને જન જાગૃતિ સાથે સ્થાનિક પરિસ્થિતિની સમીક્ષા કરશે. એટલુ જ નહિ, સાથે જ‘મારો વોર્ડ કોરોનામુક્ત વોર્ડ’ અભિયાન અંતર્ગત નિયમિત રીતે થતી કામગીરીની માહિતી મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચાડવી પડશે.
મહાનગર પાલિકા કમિશનર દ્વારા સમગ્ર કામગીરીનું મોનીટરીંગ કરવા માટે નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવશે. વોર્ડમાં સેનેટાઈઝર, ઓક્સિજન બેડ સહિતની વ્યવસ્થા કરવામાં આવશે. અધિક કમિશનર, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ અને રાજ્યના મુખ્ય કારોબારી અધિકારી દ્વારા તેનું નિયમિત મોનિટરિંગ કરાશે.
Recent Comments