fbpx
ગુજરાત

કોરોનાનો કહેર, જમાલપુર સ્મશાનમાં એક સાથે ૬ મૃતદેહો ચિતા પર, બીજા ૪ વેટિંગમાં

રાજ્યમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે ખરાબ બનતી જઇ રહી છે. વળી અમદાવાદમાં દરરોજ કોરોનાનાં કેસમાં સતત વધારો થતો જાેવા મળી રહ્યો છે. એક તરફ હોસ્પિટલમાં અને ઇન્જેક્શનમાં પણ વેટીંગ છે ત્યારે અમદાવાદનાં સ્મશાનોમાં પણ મૃતકોનાં સ્વજનોએ કલાકો સુધી લાઈનમાં ઉભું રહેવું પડી રહ્યું છે.

પને જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી આ પ્રકારની જ સ્થિતિનું નિર્માણ થયુ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, અમદાવાદનાં સપ્તઋષિ સ્મશાન ગૃહ એટલે કે જમાલપુરનાં સ્મશાન પર રિયાલિટી ચેક કરવા જ્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી ત્યારે ચોંકાવનારા દ્રશ્યો મંતવ્ય ન્યૂઝનાં કેમેરામાં કેદ થયા હતા. સ્મશાનમાં એક સાથે ૬ ચિતા સળગી રહી હતી ત્યારે બીજી તરફ ૪ જેટલા મૃતદેહ અંતિમ ક્રિયા માટે લાઈનમાં હતા. ત્યારે અહીંયા સવાલ એ જ છે કે હકીકતમાં જે આંકડાઓ સામે આવે છે તેના કરતાં વાસ્તવિક પરિસ્થિતિ ઘણી જ ખરાબ છે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં કોરોનાનાં કારણે સ્મશાનોમાં અંતિમવિધિ માટે મૃતકનાં પરિવારજનોને લાંબી લાઇનમાં ઉભા રહેવાનો સમય આવ્યો છે. આ પહેલા સમય હતો કે કોઇનું મોત થાય તો તે એક વ્યક્તિની મોત પર મોટી સંખ્યામાં લોકો સ્મશાનગૃહમાં આવતા હતા, જ્યારે આજે સમયનું ચક્ર એવુ કેવુ ફરી ગયુ છે કે, સ્મશાનમાં લોકો નહી પણ લાશો મોટી સંખ્યામાં જાેવા મળી રહી છે.

Follow Me:

Related Posts