રાષ્ટ્રીય

કોરોનાનો કહેર, નવા ૨.૩૩ લાખ કેસ, ૧,૩૪૦ નાં મોત, ૫૭% વસ્તી ઘરોમાં કેદ

દેશમાં કોરોનાથી પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ચૂકી છે. કોરોનાવાયરસે આખા દેશને ઝપેટમાં લઈ લીધો છે. દરેક રાજ્યમાં, દરેક શહેરમાં પહેલાં કરતાં વધુ લોકો સંક્રમણની ઝપેટમાં આવી રહ્યા છે. પ્રથમ વખત એવું બન્યું જ્યારે એક દિવસમાં રેકોર્ડ ૨ લાખ ૩૩ હજાર ૭૫૭ લોકો પોઝિટિવ સામે આવ્યા. આ દરમિયાન ૧ લાખ ૨૨ હજાર ૮૩૯ દર્દી પણ રિકવર થયા હતા. દેશભરમાં અત્યારસુધીમાં ૧.૪૫ કરોડ લોકોને સંક્રમણ લાગ્યું છે. આ આંકડો આજે સાંજ સુધીમાં દોઢ કરોડને પાર થઈ જશે.

સંક્રમણને કારણે ૨૪ કલાકની અંદર ૧,૩૩૮ દર્દીનાં મૃત્યુ થયાં હતાં. આ મૃત્યુઆંક સત્તાવાર છે. સ્મશાનઘાટ અને કબ્રસ્તાનોમાં પહોંચતા મૃતદેહો આ કરતાં ઘણા વધારે છે. ત્યાંથી જે તસવીરો સામે આવી રહી છે એ ખરેખર ભયાનક છે. તમે સ્મશાનઘાટ અને કબ્રસ્તાનમાં લાગેલી લાંબી કતારો દ્વારા આનો અંદાજ લગાવી શકો છો.

૧ લાખ ૬૧ હજાર ૪૨૨ એટલે કે ૬૯.૦૫% નવા દર્દીઓ માત્ર ૭ રાજ્યમાં જ વધ્યા છે. આમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં, ૬૩,૭૨૯,, ઉત્તરપ્રદેશમાં ૨૭,૩૬૦, દેશની રાજધાની દિલ્હીમાં ૧૯,૪૮૬, કર્ણાટકમાં ૧૪,૮૫૯, છત્તીસગઢમાં ૧૪,૯૧૨, મધ્યપ્રદેશમાં ૧૧,૦૪૫ અને કેરળમાં ૧૦,૦૩૧ લોકોને સંક્રમણ લાગ્યું છે. આ રાજ્યોમાં જ સૌથી વધુ ૯૩૯ એટલે કે ૭૦.૧૭% જેટલાં મૃત્યુ નોંધાયાં છે.
દેશમાં આ બીમારીએ કેટલો ભરડો લીધો છે તેનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય છે કે સ્મશાન ઘાટો પર મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે લાંબી લાઇનો લાગી છે. મોતના આંકડાની સાથે સાથે દેશમાં કોરોનાના નવા કેસ પણ રોકેટ ગતિએ વધી રહ્યા છે.

આજે કોરોના સંક્રમિત નવા કેસની સંખ્યાઓ ફરી રેકોર્ડ તોડ્યો છે. સ્વાસ્થ્ય વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં ૨,૩૪,૮૯૨ નવા કેસ નોંધાયા છે. કોરોનાને પગલે દેશના મોટાભાગના હિસ્સાઓમાં કડક નિયમો લગાવવામાં આવ્યા છે. દેશમાં ૧૫ રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં હાલ નાઇટ કફ્ર્યૂ અથવા વીકેન્ડ કફ્ર્યૂ લગાવવામાં આવ્યો છે. અલગ અલગ પ્રકારના પ્રતિબંધને પગલે દેશની અડધી (૫૭%) વસ્તી હાલ ઘરોમાં કેદ છે.

આજ પહેલા ભારતમાં છેલ્લે સૌથી વધારે મોત સપ્ટેમ્બરમાં નોંધાયા હતા, જે આંકડો ૧,૨૮૪ હતો. એક વિશ્લેષણ પ્રમાણે આગામી બે દિવસમાં દેશભરમાં ૭૦૦ મિલિયનથી વધારે લોકો સીમિત સમય માટે કફ્ર્યૂનો સામનો કરશે. હકીકતમાં ભારતમાં કોવિડ-૧૯ને પગલે જે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે તેનાથી આવા પ્રતિબંધો જરૂરી બની ગયા છે.

ઉલ્લેખનીય છે કે ૧૬ એપ્રિલ સુધી દરરોજ કોરોનાના ૧૮૮,૪૦૦ નવા કેસ નોંધાયા હતા. કોરોનાની પહેલી લહેર દરમિયાન પીક સમય દરમિયાન આટલા કેસ સામે આવ્યા ન હતા. ૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૦ના જ્યારે કોરોના પીક પર હતો ત્યારે ભારતમાં ૯૩,૬૧૭ નવા કેસ નોંધાયા હતા. એ રીતે જાેઈએ તો ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે એટલે કે બીજી લહેરમાં કોરોનાને કેસ બે ગણા થઈ ગયા છે.

Follow Me:

Related Posts