કોરોનાનો JN.1 વેરિઅન્ટ ચેપી છે,JN.1ઝડપથી ફેલાઈ રહ્યો છે ઃ એક્સપર્ટનું કહેવું
ભારતના ઘણા રાજ્યોમાં આ સમયે ખૂબ જ ઠંડી છે. ઠંડી વધવાની સાથે કોવિડના કેસ પણ વધી રહ્યા છે. દેશમાં દરરોજ કોરોનાના કેસ વધી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોવિડના ૭૪૩ નવા કેસ નોંધાયા છે. કોવિડ ત્નદ્ગ.૧ના નવા વેરિઅન્ટના કેસ પણ વધી રહ્યા છે. આ વેરિઅન્ટ દેશના ઘણા રાજ્યોમાં ફેલાયો છે. વધતા જાેખમને જાેતા રાજ્યો એલર્ટ પર છે. રાજ્યોમાં કોવિડ ટેસ્ટિંગ, સર્વેલન્સ અને જીનોમ સિક્વન્સિંગમાં વધારો કરવામાં આવ્યો છે. હાલમાં જે કેસ આવી રહ્યા છે તેમાં મોટાભાગના દર્દીઓમાં હળવા લક્ષણો જાેવા મળી રહ્યા છે,
જાેકે મૃત્યુઆંક વધી રહ્યો છે. મૃત્યુ પામેલા દર્દીઓમાંના ઘણાને પહેલાથી જ ગંભીર બીમારી હતી. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતમાં ત્નદ્ગ.૧ વેરિઅન્ટના ૧૬૨ કેસ નોંધાયા છે. તેમાંથી સૌથી વધુ કેસ (૮૩) કેરળના છે. કેરળ ઉપરાંત, ત્નદ્ગ.૧ વેરિઅન્ટ ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક સહિતના ઘણા રાજ્યોમાં ફેલાયું છે. અત્યાર સુધી, આ વેરિઅન્ટથી સંક્રમિત લોકોમાં માત્ર હળવા લક્ષણો જાેવા મળી રહ્યા છે.. એક્સપર્ટનું કહેવુ છે કે ત્નદ્ગ.૧ વેરિઅન્ટ ચેપી છે, તેથી આ વેરિઅન્ટના કેસ ઝડપથી વધી રહ્યા છે, પરંતુ આ વેરિઅન્ટ ન તો ખતરનાક છે અને ન તો જીવલેણ છે. એપિડેમિયોલોજિસ્ટ ડૉ. અજય કુમાર કહે છે કે આગામી દિવસોમાં કોવિડના નવા કેસો થોડા દિવસો સુધી વધી શકે છે, પરંતુ ગભરાવાની કોઈ વાત નથી. જાે કેસ વધે તો પણ કોઈ ગંભીર ખતરો નથી.
આ એટલા માટે છે કારણ કે કોવિડ ગંભીર લક્ષણોનું કારણ નથી. નવા વેરિઅન્ટના કેસ વધી રહ્યા હોવા છતાં તે જીવલેણ નથી. ત્નદ્ગ.૧ વેરિઅન્ટ ઓમિક્રોનનું સબ વેરિઅન્ટ છે અને તેના લક્ષણો લગભગ સમાન છે. તેથી, ચિંતા કરવાની જરૂર નથી, તેમ છતાં સાવચેતીની જરૂર છે. વૃદ્ધો, ક્રોનિક રોગના દર્દીઓ અને સગર્ભા સ્ત્રીઓને તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે. આ સિઝનમાં બહાર જવાનું ટાળો અને જાે તમે બહાર જતા હોવ તો માસ્ક અવશ્ય પહેરો. એપિડેમિયોલોજિસ્ટ ડૉ. જુગલ કિશોર કહે છે કે દેશમાં કોવિડના કેસની પીંક જાન્યુઆરીના બીજા સપ્તાહમાં આવી શકે છે, જાે કે કેટલાક રાજ્યોમાં પીક પર કેસ આવવામાં સમય અલગ હોઈ શકે છે. પરંતુ જાન્યુઆરીથી કેસમાં ઘટાડો થવાની ધારણા છે. પરંતુ ત્યાં સુધી એલર્ટ રહેવાની અને કોવિડથી પોતાને બચાવવાની જરૂર છે.
Recent Comments