કોરોનામાં માતા-પિતા ગુમાવનાર વિદ્યાર્થીની CA કોર્સની ફી માફ કરાઈ
માર્ચ ૨૦૨૩ સુધી આ સ્કીમ હેઠળ વિદ્યાર્થીને ફીમાંથી મુક્તિ મળી શકશે.જે અંતર્ગત વિદ્યાર્થીએ આઈસીએઆઈની વેબસાઈટ પરથી ફોર્મ ડાઉનલોડ કરીને માતા કે પિતાના ડેથ સર્ટિફિકેટ સહિતના ડોક્યુમેન્ટ સહિતના ડોક્યુમેન્ટ સાથે જમા કરવાનું રહેશે.અન્ય ડોક્યુમેન્ટમાં વિદ્યાર્થીએ રીજનલ હેડ કે બ્રાન્ચના ઓફિસર ઈન ચાર્જ અથવા જેની હેઠળ આર્ટિકલશિપ કરવામા આવી રહી હોય તે ફર્મ પ્રિન્સિપલ અથવા સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર કે રીજનલ કાઉન્સિલ મેમ્બર કે બ્રાંચના કમિટી મેમ્બરમાંથી કોઈ પણ એકની સહી સાથેનો ઓથોરિટી લેટર પણ જાેડવાનો રહેશે. રાજય માં આ વખતે કોરોનાની બીજી લહેર ભયાનક જાેવા મળી હતી .
જેમાં લાખો લોકો મૃત્ત્યું પામ્યા હતા. જેમાં અમુક લોકોએ તો પોતાના મોભી જ ગુમાવ્યા હતા .ત્યારે ઝ્રછ ફાઉન્ડેશન દ્વારા નામાં માતા-પિતા ગુમાવનાર વિદ્યાર્થીને સીએ કોર્સની ફીમાંથી મુક્તિ આપવાની આઈસીએઆઈ દ્વારા જાહેરાત કરવામા આવી છે.આ સ્કીમનો લાભ તમામ કોર્સમાં મળશ અને માર્ચ ૨૦૨૩ સુધી આ સ્કીમ લાગુ રહેશે. ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા દ્વારા કરાયેલી જાહેરાત મુજબ સીએ ફાઉન્ડેશનથી માંડી ઈન્ટરમીડિએટ,ફાઈનલ અને આઈટી એન્ડ ઓરિએન્ટેશન કોર્સ, એવાડન્સ આઈટી એન્ડ મેનેજમેન્ટ કોમ્પ્યુનિકેશન સ્કિલ્સ કોર્સ સહિતના તમામ કોર્સમાંથી કોઈ પણ કોર્સમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓમાંથી જે વિદ્યાર્થીના માતા કે પિતા કોરોનામાં મૃત્યુ પામ્યા હશે તો તેને ફીમાંથી માફી મળશે.આ સ્કીમનો સમય ગાળો ૧ એપ્રિલ ૨૦૨૦થી માર્ચ ૨૦૨૩ સુધીનો નક્કી કરાયો છે.
Recent Comments