દેશમાં ૨૦ લાખથી વધુ સક્રિય કેસ છે બીજી તરફ, કોરોના દેશમાં સતત કહેર મચાવી રહ્યો છે અને ઝડપથી આગળ વધી રહ્યો છે અને સતત ૨ દિવસથી ૩ લાખથી વધુ વાયરસના કેસ નોંધાઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગઈકાલે જણાવ્યું હતું કે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩,૪૭,૨૫૪ નવા કેસ નોંધાયા છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા હવે વધીને ૩,૮૫,૬૬,૦૨૭ થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં કોરોના સક્રિય કેસની સંખ્યા વધીને ૨૦,૧૮,૮૨૫ થઈ ગઈ છે, જે કુલ કેસના ૫.૨૩ ટકા છે.
દેશમાં ૨૩૫ દિવસમાં સક્રિય કેસની આ સંખ્યા સૌથી વધુ છે. દેશમાં સંક્રમણને કારણે વધુ ૭૦૩ લોકોના મોત થયા બાદ મૃત્યુઆંક વધીને ૪,૮૮,૩૯૬ થઈ ગયો છે. દેશમાં દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર ઘટીને ૯૩.૫૦ ટકા થઈ ગયો છે.તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા તેમના પત્રમાં, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અધિક સચિવ વિકાસ શીલે કહ્યું છે કે કોવિડ રોગથી ગ્રસ્ત વ્યક્તિઓને સાવચેતીના ડોઝ આપવા અંગે માર્ગદર્શન માટે વિવિધ ક્ષેત્રો તરફથી વિનંતીઓ મળી છે. તેમણે કહ્યું, “કૃપા કરીને નોંધ કરો કેઃ- લેબ ટેસ્ટમાં કોરોના રોગચાળાથી સંક્રમિત થયાની પુષ્ટિ થઈ હોય તેવા લોકો માટે જીછઇજી-૨ ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯માંથી પુનઃપ્રાપ્તિ પછી આગામી ૩ મહિના માટે સાવચેતીના ડોઝ સહિત તમામ કોવિડ રસીકરણ સ્થગિત કરવામાં આવશે. ”
કેન્દ્રએ હવે શુક્રવારે તેના નવા આદેશમાં કહ્યું છે કે કોરોના વાયરસથી સંક્રમિત લોકો માટે રોગચાળામાંથી છૂટકારો મેળવ્યા બાદ સાવચેતીના ડોઝને પણ આગામી ૩ મહિના માટે મોકૂફ રાખવા જાેઈએ. એ પણ કહ્યું કે કોરોનાથી સંક્રમિત લોકોને સાજા થયા પછી આગામી ૩ મહિના સુધી કોઈ ડોઝ ન આપવો જાેઈએ. કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે, આ વર્ષની શરૂઆતથી દેશમાં સાવચેતીના ડોઝ શરૂ કરવામાં આવ્યા છે.
Recent Comments