કોરોના અટકતા અમરેલીમાં રવિવારી બજાર ફરી શરૂ
અમરેલીમા ભરાતી રવિવારી બજાર પાછલા બે માસ પહેલા કાેરાેનાના ઉપદ્વવને પગલે બંધ કરી દેવામા અાવી હતી. કાેરાેનાનાે ઉપદ્વવ શાંત થયા બાદ પણ અા બજાર માટે તંત્ર મંજુરી અાપતુ ન હતુ. પરંતુ અાખરે અાજે સ્થળ ફેરવીને ફરી રવિવારી બજાર શરૂ કરાઇ હતી. હવે અા બજારને ગાંધીબાગ સામે ખસેડવામા અાવી છે.
અમરેલી શહેરમા દર રવિવારે ભરાતી અા ગુજરી બજારમા માેટી સંખ્યામા નાના વેપારીઅાે રાેજીરાેટી મેળવે છે. રવિવારી બજારના કારણે લાેકાેની ભીડ પણ વધારે રહેતી હાેય શહેરના અન્ય વેપારીઅાે પણ રવિવારે અડધાે દિવસ પાેતાના વેપાર ધંધા રાબેતા મુજબ શરૂ રાખે છે. જેના કારણે ગ્રાહકાેની ભીડનાે લાભ તેમને પણ મળે છે. જાન્યુઅારી માસમા કાેરાેનાની ત્રીજી લહેર અાવી ટપકતા તંત્ર દ્વારા અન્ય કાેઇ માેટા પ્રતિબંધાે તાે લદાયા ન હતા. પરંતુ રવિવારી બજાર બંધ કરી દેવામા અાવી હતી.
શહેરની મધ્યમા અા બજારના કારણે ટ્રાફિક, પાેકેટમારી જેવા અનેક પ્રશ્નાે ઉદભવતા હતા. જેના કારણે રવિવારી બજારમા પાથરણાવાળાઅાેને બેસવા દેેવામા અાવતા ન હતા. બે માસ કરતા વધુ સમય સુધી અમરેલીમા રવિવારી બજાર બંધ થઇ ગઇ હતી. શહેરની અન્ય તમામ બજારાે રાબેતા મુજબ ધમધમતી હતી. અને કાેરાેનાના કારણે લાગેલા માેટાભાગના પ્રતિબંધેા હટી જતા જાહેર મેળાવડાઅાે અને તહેવારાેની ઉજવણી પણ થઇ રહી હતી તેની વચ્ચે પાથરણાવાળાઅાે માટે રાેજીરાેટીનાે સવાલ ઉભાે થયાે હતાે.
દરમિયાન અાજે તંત્ર દ્વારા અા પાથરણાવાળાઅાેને વેપાર કરવાની મંજુરી અપાઇ હતી. જાે કે અત્યાર સુધી અા રવિવારી બજાર લાયબ્રેરી ચાેક, રામજી મંદિર રાેડ, ટાવર રાેડ અને સ્ટેશન રાેડ જેવા વિસ્તારમા ભરાતી હતી. તેને હવે ગાંધીબાગ સામે ખસેડી દેવામા અાવી છે. અહી અમરેલી શહેરના નાના વેપારીઅાે ઉપરાંત અાસપાસના શહેરાે અને છેક રાજકાેટથી પાથરણાવાળા વેપાર કરવા માટે અાવે છે. જાે કે અાજે લાંબા સમય બાદ અા બજાર ભરાતા લાેકાેને તેની જાણકારી ન હાેય ખરીદી માટે પ્રમાણમા ભીડ અાેછી રહી હતી. હવે અા વેપારીઅાેને અાવતા રવિવારથી સારાે વેપાર થવાની અાશા છે.
બીજી વખત અા જ સ્થળે રવિવારી બજાર ખસેડાઇ
વહિવટી તંત્ર દ્વારા રવિવારી બજારનુ સ્થળ બીજી વખત ફેરવવામા અાવ્યું છે. અગાઉ પણ અા જ સ્થળે બજાર ખસેડવામા અાવી હતી. પરંતુ ત્યારબાદ ફરી જુના સ્થળે અા બજાર શરૂ થઇ ગઇ હતી. હવે તંત્ર દ્વારા બીજી વખત તેનુ સ્થળ ફેરવાયુ છે.
લાયબ્રેરી ચાેકમાં પાકિટમારનાે હતાે ઉપદ્રવ
રવિવારી બજારમા સાૈથી માેટી સમસ્યા પાકિટમારાેની જાેવા મળતી હતી. અહી લાેકાેની ભીડ રહેતી હાેય અવારનવાર પાકિટમાર ગેંગ ઉતરી પડતી હતી. જયારે અાવી ગેંગ ઉતરી પડે ત્યારે દિવસ દરમિયાન 40 થી 50 લાેકાેના પાકિટ ગુમ થઇ જતા હતા. પાેલીસ માટે પણ અા સમસ્યા માથાના દુખાવારૂપ હતી.
મેં તાે ફેરી મારવાનંુ શરૂ કરી દીધુ હતંુ: સાગરભાઇ
અહી માત્ર ત્રણ માસના બાળકને સાથે ઘાેડીયામા લઇ પરચુરણ વસ્તુનાે વેપાર કરતા સાગરભાઇ ગાેરાસવાઅે જણાવ્યું હતુ કે બે વર્ષથી રવિવારી બજારમા ધંધાે કરૂ છું. પરંતુ બે મહિનાથી અમને બેસવા દેવાતા ન હાેય મે ફેરી મારવાનુ શરૂ કરી દીધુ હતુ.
નવા સ્થળે પાર્કિંગનાે જટીલ પ્રશ્ન
જાે કે રવિવારી બજાર જે નવા સ્થળે ખસેડવામા અાવી છે. ત્યાં પાર્કિંગનાે માેટાે પ્રશ્ન છે. ખરેખર તાે જયાં બજારને નવુ સ્થળ અપાયુ છે ત્યાં જ લાેકાે વાહન પાર્ક કરતા હતા. પરંતુ હવે ત્યાં વાહન પાર્કિંગની જગ્યા ન હાેય મુખ્ય રસ્તા પર જ પાર્કિંગ થતુ જાેવા મળ્યું હતુ.
Recent Comments