કોરોના વાયરસ નહી ધારેલી કેમ નહી કલ્પેલી મહામારી બની રહેવા પામી છે. જેના પર હરકોઈનું નિયંત્રણ ઓછું રહ્યુ હતું. જેમા માનવી હોય કે પછી સરકાર… લાખોના મૃત્યુ થયા. તો સરકારી તંત્ર પણ દોડતું રહ્યું છતાં ક્યાંક ને ક્યાંક સ્વાસ્થ્ય સેવાઓની અછત તેમજ ઉણપો સ્પષ્ટ બહાર દેખાઈ ગઈ. જાેકે ભારતજ એક એવો દેશ રહ્યો કે જેને કોરોના સાકળ તોડવા લોકડાઉન લાગુ કરી દીધું જેના કારણે કોરોના કેસો ઓછા બન્યા…. જાેકે કોરોના વાયરસ ફેલાવાને અટકાવવામાં ભારત નબળું પડ્યું પરંતુ કોરોના કેસો રિકવરી કરવામાં આગળ રહ્યુ. સરકારે અનાજ સહિતની સહાય કરી પરંતુ ગરીબોને પુરતી .સહાય નથી પહોંચી તે પણ હકીકત છે.
સરકારે ઔદ્યોગિક ક્ષેત્રમાં મોટા પ્રમાણમાં આર્થિક લાભો આપ્યા તેમજ વિવિધ ક્ષેત્રોને ધધમતા કરવા, ગતિ આપવા સરકારી વિવિધ સહાય માટેની યોજનાઓ જાહેર કરી તથા અનેકોને સહાય પુરી પાડી જેમા ઉદ્યોગ ક્ષેત્રે રોકડ-માફી સહિતના લાભ આપ્યા. તો કેટલાક ક્ષેત્રોમાં માફી પણ અપાઈ પરંતુ મધ્યમ વર્ગ, મજૂર વર્ગ કે ગરીબોને બેઠા કરવા કોઈ આર્થિક સહાય આપવાથી સરકાર દૂર રહી હતી. કોરોનાની સૌથી મોટી ગંભીર અસર શિક્ષણ ક્ષેત્રે થવા પામી છે જેમાં બાળકોનું ભવિષ્ય ધુધળુ બની જાય તેવી સ્થિતી હતી બાળકોના વાલીઓ અને મા-બાપ પણ ચિંતામાં મુકાઈ ગયા હતા. છતાં આ બાબતે રાજકીય ક્ષેત્રે કે રાજકીય પંડિતોમા કોઈ જાહેર ચર્ચા કરી નથી. જાે કે સરકારને બાળકોના ભવિષ્યની ચિંતા હોઈ શાળાઓ ખોલવા તૈયાર ન હતી. સરકાર બાળકોની જિંદગી હોડમા મૂકવા માંગતી ન હતી. જે કારણે ૧૮ મહિના સુધી શાળા કાર્ય સ્થગીત રહ્યા હતા. અને શાળા બંધ રાખવાનાં કારણોમાં મહારાષ્ટ્રમાં શાળા ખુલ્યા બાદ બાળકો કોરોનાનો ભોગ બન્યા, કર્ણાટકમાં ૩૦૦ થી વધુ શાળા બાળકો કોરોનાની ચપેટમાં આવી ગયા, ગુજરાતમાં પણ ડીસાની શાળાના વિદ્યાર્થી કોરોના ચપેટમાં આવી ગયા હતા તેમજ અન્ય સાતેક ગામની શાળામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, શાળાનો સ્ટાફ કોરોના ચપેટમાં આવી ગયો હતો…..!
કોરોના વાયરસ ફેલાવાના શરૂઆતના તબક્કે બાળકોને શાળાએ નહિ મોકલવાની વાલીઓમાં ચિંતા નહીવત હતી, પરંતુ શાળાઓનો નહીં ખોલવાનો ર્નિણય લંબાવતા જતા વાલીઓ સાથે વિદ્યાર્થીઓ પણ ચિંતામાં મુકાઈ ગયા. જેથી સરકારે ઓનલાઇન શિક્ષણ શરૂ કર્યું.પરંતુ સ્માર્ટફોન કેટલા વિદ્યાર્થી પાસે હોય…..? શહેરોમાં ૫૦% થી વધુ વિદ્યાર્થીઓ પાસે સ્માર્ટફોન હતા જ નહીં, જ્યારે કે ગામડાઓની પરિસ્થિતિ વિપરીત હતી એક તો વીજળીના ઠેકાણા નહી, બીજી તરફ ઇન્ટરનેટ પકડાય નહી પછી ભણે તો શું ભણે…..? છતાંય અનેક વિદ્યાર્થીઓ કે જેઓ હોશિયાર કે સ્કીલ્ડ ગણાતા હતા તેમના સ્કિલ્ડપણામા ઊણપ આવી ગઈ હતી. તો અનેકોને ઓનલાઇન ભણતરનો લાભ જ મળ્યો નથી. મતલબ કોરોનાએ ભણતર ક્ષેત્રે બહુ મોટું નુકસાન કર્યું છે…..જાે કે હવે તો શાળાઓ ખૂલી ગઈ છે જેની ખુશી વિદ્યાર્થીઓના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ આવે છે. ઉપરાંત રુબરૂ શિક્ષણ મોટી અસર કરે છે. બાળકોના જે તે શિક્ષણના પ્રશ્નોનો ઉકેલ શિક્ષક પાસેથી ઝડપથી મેળવી શકે છે. જેનો ઓનલઃઈન અભ્યાસમા અભાવ હતો.જાેકે શિક્ષણ બાબતે જાહેર ક્ષેત્રે કે પંડિતોએ કદી ચર્ચા કરી નથી તે પણ હકીકત છે……!
Recent Comments