કોરોના કાળમાં મૃત્યુનો સાચો આંક છૂપાવવાનો આક્ષેપ,અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષ એપ્રિલમાં સરેરાશ કરતાં 1રપ7થી વધુ મોત થયા : પરેશ ધાનાણી
રાજયમાં કોવિડ કાળમાં મૃત્યુ પામેલ વ્યકિતઓના પરિવારને રૂા. 4 લાખની સહાય, કોવિડ કાળમાં મૃત્યુ અંગે સરકારની ઘોર બેદરકારીની ન્યાયિક તપાસ, સરકારી કર્મચારીના નિધન બાદ પરિવારના સભ્યને રહેમરાહે નોકરી, કોવિડગ્રસ્ત તમામ દર્દીઓના તમામ મેડિકલ ખર્ચની ચૂકવણી કરવાની માંગણી સાથે ભાજપ સરકારની કોરોના કાળમાં અસંવેદનશીલતા, આયોજનનો અભાવ, ગુનાહિત બેદરકારી અંગે આકરા પ્રહારો કરતાં ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લાની 9 નગરપાલિકાઓ પૈકી 6 નગરપાલિકાના મૃત્યુ રજિસ્ટરમાં એપ્રિલ-19ની સરખામણીએ એપ્રિલ-ર1માં 1,રપ7થી વધુ મૃત્યુ નોંધાયા છે. પરંતુ સરકારના દાવા મુજબ, એપ્રિલ-ર1માં અમરેલીના ગ્રામ્ય સહિત સમગ્ર જિલ્લામાં માત્ર 14 લોકોના કોવિડથી મોત થયા છે. અમરેલીમાંબે મહિનામાં 1,161 અગ્નિસંસ્કાર થયા, બાકીના બાજુના ગામમાંઅગ્નિસંસ્કાર માટે જવાની ફરજ પડી. સ્થાનિક મુસ્લિમ કબ્રસ્તાનમાં 100 જેટલી દફનવિધિ થઈ. રાજયની 170 નગરપાલિકાઓમાંથી 68 નગરપાલિકાઓમાં કોરોના સમયમાં થયેલ મૃત્યુના આંકડાઓનું વિશ્લેષણ કરતા સ્પષ્ટ થાય છે કે, માર્ચ-ર0થી એપ્રિલ-ર1 સુધીમાં 16,89ર થી વધારે મૃત્યુ થયા છે અને સમગ્ર રાજયમાં આંકડાઓને વિસ્તારિત કરવામાં આવે તો ગુજરાતમાં વાસ્તવિક મૃત્યુના આંકડા ઓછામાં ઓછા ર લાખ 81 હજાર જેટલા થાય.
કોરોના કાળમાં થયેલ મૃત્યુ અંગે વડી અદાલતે રાજય સરકારને ફટકાર લગાવી કે, રાજય સરકાર દ્વારા સચોટ ડેટા પ્રકાશિત કરવામાં આવે. તેમ છતાં રાજય સરકાર કોરોના મહામારીની બે લહેરમાં 10,07પનો સતાવાર મૃત્યુનો આંકડો જાહેર કરે છે. હકીકતમાં, રાજય સરકારના સતાવાર મૃત્યુ નોંધણી રજિસ્ટર મુજબ મૃત્યુની સંખ્યા ભયાનક છે. રાજયની 170 નગર પાલિકામાંથી 68 નગર પાલિકામાં મૃત્યુ રજિસ્ટરની નકલના આધારે નિષ્ણાંતોના વિશ્લેષણથી સ્પષ્ટ થાય છે કે માર્ચ-ર0 થી એપ્રિલ- ર1ના ગાળાના અગાઉના વર્ષમાં એટલે કે ર019માં આ જ સમયગાળાની સરખામણીએ 16,89રથી વધુના મૃત્યુ થયા છે.
68 નગર પાલિકાઓમાં રાજયની કુલ વસ્તીનો 6% ભાગ વસવાટ કરે છે. સામાન્ય રેશિયો મુજબ અંદાજ લગાવીએ તો ઓછામાં ઓછા ર.81 લાખથી વધુ મૃત્યુથયા છે જે રાજય સરકાર દ્વારા જાહેર કરેલ આંકડા કરતા ર7 ગણા વધારે છે. એપ્રિલ-ર1માં 6% વસ્તીમાં 10,ર38થી વધુ મૃત્યુ થયા, જે કોવિડ મહામારીના સમયગાળામાં રાજય સરકારે જાહેર કરેલ સતાવાર આંકડા 10,07પ કરતા વધુ છે. ર011ની વસ્તી ગણતરીના આંકડા મુજબ 17,પ6,ર68ની વસ્તી ધરાવતા સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી આંકડા મુજબ 136 મૃત્યુ નોંધાયા છે. જયારે મૃત્યુ રજિસ્ટરથી સ્પષ્ટ થાય છે કે, એક નગર પાલિકા જે જિલ્લાની 14% વસ્તી ધરાવે છે તેમાં માર્ચ અને એપ્રિલ-ર1માં 1,ર10 કરતાં વધુ મૃત્યુ થયા છે. સરકારી આંકડા મુજબ, બોટાદ જિલ્લામાં કોવિડ-19 સંબંધિત બીમારીઓથી માત્ર 4ર લોકોના મૃત્યુ થયા છે. જયારે માર્ચ-ર0 થી જૂન-ર1 વચ્ચે જિલ્લામાં 3,117થી વધુ મૃત્યુ નોંધાયા છે, જે સરકારી આંકડા કરતા 74 ગણા વધુ છે.
ગુજરાતમાં થયેલા મૃત્યુના આંકડા અંગેના હાવર્ડ, વાયર, કલેકટીવ રિપોર્ટસ સહિતની સંસ્થાના અહેવાલ બાદ ભાજપ સરકાર કેમ મૌન છે ? તેવો વેધક પ્રશ્ન કરતા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, એપ્રિલ-ર1માં ગુજરાતની કુલ વસ્તી પૈકી પ4 નગર પાલિકાની પાંચ ટકા વસ્તીમાં જ મૃત્યુનો આંકડો ધારણા કરતાં 480 ટકા વધારે રહયો હતો.ગુજરાતની અલગ અલગ પ4 નગર પાલિકાઓમાં નોંધાયેલામૃત્યુના આંકડાને લઈને હાથ ધરાયેલા અભ્યાસ પ્રમાણે આ નગર પાલિકા વિસ્તારોમાં માર્ચ-ર0 થી એપ્રિલ-ર1ના સમયગાળામાં મૃત્યુનો આંકડો ધારણા કરતા 16,000 જેટલો વધુ રહયો છે. રાજય સરકાર તરફથી જાહેર કરાયેલા આંકડા પ્રમાણે કોરોનાને કારણે ગુજરાતમાં અત્યાર સુધીમાં માત્ર 10,081 મોત થયા છે. રાજય સરકાર જાહેર કરાયેલા આંકડા પ્રમાણે કોરોનાને કારણે ગુજરાતમાં અત્યાર સુધીમાં માત્ર 10,081 મોત થયા છે. આટલા મોટા પ્રમાણમાં થયેલા મોતનો આંકડો એ પ્રતિપાદિત કરે છે કે મૃત્યુ કોરોનાને કારણે જ થયા હોવા જોઈએ, કારણ કે આ સમયગાળા દરમિયાન અન્ય કોઈ હોનારત કે રોગચાળો હતો નહીં.
વર્ષ ર019, ર0ર0 અને વર્ષ ર0ર1ના દરેક મહિનામાં મૃત્યુના આંકડા નગર પાલિકાઓના મૃત્યુ નોંધના રજિસ્ટરમાંથી પ4 નગર પાલિકાઓની કુલ વસ્તી ગુજરાતની કુલ વસ્તીના માત્ર પ ટકા થાય છે અને તેમાં રાજયની મોટી મહાનગર પાલિકાઓનો સમાવેશ કરાયો નથી. આથી આ આંકડો કેટલો ઉંચો હોઈ શકે તે કલ્પના કરી શકાય તેમ છે. વર્ષ-ર019ના દરેક મહિનામાં મૃત્યુનો આંક ર,પ00થી કયારેય વઘ્યો ન હતો. જે ર0ર0ના જૂન મહિના બાદ ર,પ00થી વધીને 4,000 સુધી રહયો. જયારે જાન્યુઆરી-ર1 થી એપ્રિલ-ર1 સુધીના સમયગાળામાં આ વિસ્તારોમાં 17,88ર મૃત્યુ નોંધાયાહતા.
પ4 નગર પાલિકાના ચોપડે થયેલા મૃત્યુઆંક પ્રમાણે માર્ચ-ર0થી લઈને એપ્રિલ-ર1ના 13 મહિના દરમિયાન કુલ 44,પ68 લોકો મૃત્યુ પામ્યા હોવાનું નોંધાયું છે. જે આટલા વર્ષના જાન્યુઆરી-19થી ફેબ્રુઆરી-ર0ના 13 માસના ગાળામાં થયેલા મૃત્યુઆંક કરતા 16,000 વધુ છે, જે આંકડો સમગ્ર રાજયના કોરોનાના મૃત્યુઆંકથી પણ વધુ છે.
કોરોના કાળમાં જે પરિવારે પોતાના ભાઈ, પુત્ર, મોભી સહિત સ્વજન ગુમાવ્યા છે તેમને સાંત્વના આપવા, તેમના દુઃખમાં ભાગીદાર થવા કોંગ્રેસ પક્ષ દ્વારા રાજયમાં કોવિડ-19 ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી છે. જેમાં રાજયમાં કોવિડ કાળમાં મૃત્યુ પામેલ વ્યકિતઓના પરિવારને રૂા. 4 લાખની સહાય, કોવિડ કાળમાં મૃત્યુ અંગે સરકારની ઘોર બેદરકારીની ન્યાયિક તપાસ, સરકારી કર્મચારીના નિધન બાદ પરિવારના સભ્યને રહેમરાહે નોકરી, કોવિડગ્રસ્ત તમામ દર્દીઓના તમામ મેડિકલ ખર્ચની ચૂકવણી રાજય સરકારે ત્વરિત કરવી જોઈએ તેવી ઉગ્ર માંગ વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજય સરકાર સમક્ષ કરી હતી અને પ્રજાને ન્યાય ન મળે ત્યાં સુધી ન્યાય યાત્રા ચાલુ રાખવાનો પુનરોચ્ચાર કર્યો હતો.
Recent Comments