કોરોના કાળમાં સીએમ રૂપાણીએ આપી ભેટ, ધન્વંતરી આરોગ્ય રથનું કર્યું લોકાર્પણ
રાજ્યમાં વકરતી કોરોની સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે અમદાવાદથી વધુ ૨૦ ધન્વંતરી આરોગ્ય રથનું લોકાર્પણ કર્યું છે. આ રથમાં કોરોના માટેના એન્ટીજન ટેસ્ટની સુવિધા આપવામાં આવી છે. આ સિવાય ડાયાબીટીસ, યુરિન, બ્લડ શુગર, પ્રેગનેન્સી ટેસ્ટ, હિમોગ્લોબીન ટેસ્ટની પણ સુવિધા ઉપલબ્ધ છે. આજથી રાજ્યમાં હવે ૫૫ ધન્વંતરી આરોગ્ય રથની સેવાઓ મળશે. રાજ્યમાં અત્યાર સુધી ૩૫ ધન્વંતરી આરોગ્ય રથ કાર્યરત હતાં અને વધુ ૨૦ રથનું લોકાર્પણ થયું છે.
દેશની સાથે ગુજરાતમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે. આ અંગે સીએમ રૂપાણીએ જણાવ્યું કે, આવા સંક્રમણથી ઓછા લોકો સંક્રમિત થાય અને સંક્રમિત થાય તો તેમને તરત સારવાર મળે તેવી સ્ટ્રેટેજી ગુજરાત સરકાર એક વર્ષથી ચલાવી રહી છે. વ્યવસ્થાઓમાં આપણે વધુ કામ કરવુ પડ્યુ છે. ૧૫૦૦૦થી વધુ બેડની ક્ષમતા વધારી છે.
સીએમ રૂપાણીએ જનતાને સલાહ આપી છે કે બને ત્યાં સુધી ઘરમાંથી નીકળવાનું ટાળે અને માસ્ક પહેરે. સરકારને દંડમાં રસ નથી. લોકો વેક્સિન લે અને માસ્ક પહેરો તો જ આપણે આ મહામારીમાંથી બહાર નીકળી શકીશું.
Recent Comments