અમરેલી જીલ્લામાં કોરોના કાળમાં અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે……..કોઈએ પિતા,પુત્ર,માતા સહિત વડીલોને ગુમાવ્યાના આંસુ હજુ પણ સુકાયા નથી……તેવામાં આ તમામ મૃતકોની જ્યાં અગ્નિદાહ અપાયા તે સ્થળ એટલે અમરેલીનું કૈલાશ મુક્તિધામ સ્મશાન……..અહીં આજે ૧૫૧ કુંડીઓમાં ૪૩૫ લોકોના પરિવારજનોએ પોતાના સ્વજનોને મૃતઆત્મની શાંતિ માટે સામુહિક પિતૃતર્પણ કરવામા આવ્યું જે ઇતિહાસમાં અને સમગ્ર દેશમાં પ્રથમ ઘટના છેઆ સામુહિક પિતૃતર્પણની થતી વિધિ,યજ્ઞ અને મંત્રોચ્ચારથી ગુંજતા આ દ્રશ્યો છે……અમરેલીના કૈલાસ મુક્તિધામના…કોરોનાના કાળમુખા સમય દરમિયાન અનેક લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે…..અનેક પરિવારો વેર વિખેર થઈ ચૂક્યા છે તેવામાં કોરોનાના સમયમાં આ સ્મશાનમાં ૪૩૫ જેટલા લોકોની અંતિમ વિધિ કરવામાં આવી હતી…..કેટલાક પરિવારો તો એવા પણ છે કે જેમણે પોતાના સ્વજનોને અંતિમ સંસ્કારની પણ તક મળી નથી….

આ તમામ મૃતાત્માઓને પિતૃમાસમાં શાંતિ મળે તે માટે કૈલાસ મુક્તિધામ દ્વારા સામુહિક પિતૃ મોક્ષયજ્ઞ માટેનું આયોજન કરવા આવ્યું હતું……આજે ૧૫૧ યજ્ઞવિધિમાં ૪૩૫ જેટલા લોકોના પરિવારજનો જોડાયા હતા……. મોક્ષધામમાં આજે તમામ કોરોનામાં મૃત પામેલા મૃતકોના પરિવારજનોના સભ્યો જોડાયા હતા કોઈએ એક તો કોઈએ એકથી વધુ સભ્યો તેમજ કોઈએ પોતાના માતા,પિતા,ભાઈ,દાદા સહિત અનેક વડીલોને પણ આ કોરોનાના સમયમાં ગુમાવ્યા હતા તેવામાં અને ભગવાન પાસે આ કોરોનાના સમયમાં તેમના સ્વજનોને ગુમાવવાના દુઃખ સાથે તેમના સ્વજનને ભગવાન પ્રાર્થના આપે તે માટે પ્રાર્થના કરી હતી……

સમગ્ર ગુજરાતમાં આ કાર્ય અનુકરણીય છે..સરાહનીય છે..આ કોરોનાના સમયમાં પોતાના પતિને ગુમાવનાર મહિલાઓ પોતાના પગભર બને તે માટે પણ આ કૈલાસ મુક્તિધામ સંસ્થા દ્વારા ૫૧ જેટલી મહિલાઓને દરજી કામ માટેના સંચાના વિતરણ પણ કરવામાં આવ્યા હતા…….તેમજ અલગ-અલગ સંસ્થાઓ દ્વારા ભાતીગલ સંસ્કૃતિ દર્શાવતા ટેબલો,મૃતકોના પરિવારોના સહાય માટેના ફોર્મ તેમજ બ્લડ ડોનેશન અને ડાયાબિટીસ માટેના કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું……..

આ કોરોનાનો કપરો સમય અનેક લોકો માટે યાદગાર બની રહ્યો છે ત્યારે આ કૈલાસ મુક્તિધામની પહેલ સમગ્ર દેશમાં અનોખો કહી શકાય…….
Recent Comments