કોરોના કે અન્ય કારણોસર માતાપિતાના અવસાન બાદ નિરાધાર થયેલા બાળકોને માસિક સહાય મળશે
કોઈવ્યક્તિને આર્થિક રૂપે આપેલો ટેકો કે મદદ માત્ર તે વ્યક્તિના જીવનમાં જ નહીં પરંતુ તે વ્યક્તિ સાથે જોડાયેલા સમગ્ર પરિવાર ના જીવનમાં પણ બદલાવ લાવતી હોય છે. જેને ધ્યાને લઇ સમાજ સુરક્ષા ખાતા દ્વારા કોરોનાના કારણે અથવા અન્ય કારણોસર અવસાન પામેલા માતાપિતાના ૦ થી ૧૮ વર્ષ સુધીના અનાથ બાળકો માટે રાજ્ય સરકારની પાલક માતા પિતા યોજના રાજ્યમાં અમલમાં છે. આ યોજના હેઠળ જે માતા જે બાળકના માતા અને પિતા મૃત્યુ પામ્યા હોય અથવા જે બાળકના પિતા મૃત્યુ પામ્યા હોય બાદ માતાએ પુનઃ લગ્ન કર્યા હોય તેવા અનાથ અને નિરાધાર બાળકોની કાળજી અને સંભાળ રાખનાર પાલક વાલીને આ યોજના હેઠળ ઓનલાઇન અરજી સાથે જરૂરી પુરાવાઓ રજૂ કરવાથી માસિક આર્થિક સહાય મળવાપાત્ર છે. આપના પરિવાર, સમાજ કે આજુબાજુમાં આવા અનાથ નિરાધાર બાળકો હોય તો આ યોજનાનો લાભ લેવા જિલ્લા બાળ સુરક્ષા એકમ સેવાસદન બહુમાળી ભવન એ બ્લોક, બીજો માળ, રૂમ નં ૨૦૧,૨૦૨, ૨૦૫ અમરેલી ફો. નં. ૦૨૭૯૨ ૨૨૦૩૦૮ ઉપર સંપર્ક સાધવા જણાવવામાં આવે છે.
Recent Comments