કોરોના કોહરામનો સાચો મૃત્યુઆંક અંતેબહાર આવ્યો :- તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી
તાજેતરમાંજ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા વર્ષ- ૨૦૨૧ માં કોરોનાના કોહરામમાંસમગ્ર ગુજરાત રાજ્યમાંમૃત્યુ પામેલા લોકોનો સાચો આંકડો બહાર પાડવામાંઆવ્યો છે, જેમાંગુજરાતની ભાજપ સરકારની કોરોના કાળમાં નિષ્ફળતાની પોલ ખૂદ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગેજ ખોલી નાખી છે, વર્ષ૨૦૨૧ માંસમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાના કોહરામમાં ૭.૨૫ લાખ લોકોના મૃત્યુથયા હતા, જે તેસમયેગુજરાતની ભાજપ સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે કોરોના કાળમાંમૃત્યુ પામેલા લોકોનો સાચો આંકડો છુપાવ્યો હતો અંતેભાજપ સરકારનુંપાપ છાપરે ચડીનેપોકારતા કોરોના કાળનો સાચો મૃત્યુઆંક બહાર આવી ગયો છે, વર્ષ૨૦૨૧ ના કોરોના કાળમાંગુજરાતની ભાજપ સરકારની નિષ્ફળતા અનેજૂઠાણુંલોકો સમક્ષ ખુલ્લુ પાડવા માટે તેસમયના ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ પોતાની વિધાનસભા અમરેલી- કુકાવાવ- વડીયામાં કોંગ્રેસ સંગઠનની ટીમનેસાથેરાખીનેવિધાનસભાના દરેક ગામડાઓમાં કોરોનામાંમૃત્યુપામેલા લોકોનો સર્વેકરીનેડેટા ડે એકત્રિત કરવામાંઆવ્યો હતો, જેમાંસર્વેના અંતેચોકાવનારો આંકડો સામેઆવ્યો હતો. માત્રનેમાત્ર અમરેલી -કુંકાવાવ -વડીયા વિધાનસભામાંજ કોરોનામાં3,000 કરતા વધારે લોકો મૃત્યુપામ્યા હતા, અનેસમગ્ર ગુજરાતમાં 6 લાખ કરતા વધુલોકો કોરોનામાં મૃત્યુપામ્યા હતા, તેમ તેસમયના ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણીએ ખાતરીપૂર્વક ગુજરાત સરકારનેકહ્યું હતુંપરંતુગુજરાતની ભાજપ સરકાર કોરોના કાળમાંપોતાની નિષ્ફળતા છુપાવવા માટે સત્ય સ્વીકારવા તૈયાર નહોતી, અંતે ગુજરાતની ભાજપ સરકારનો પાપનો ઘડો ભરાઈ ગયો હોવાથી ભાજપનો અસલી ચહેરો ગુજરાતની જનતા સમક્ષ ખુલ્લો પડી ગયો છે અનેતેસમયના વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી કોરોના કાળના મૃત્યુઆંક બાબતેસાચા સાબિત થયા છે.
Recent Comments