ગુજરાત

કોરોના ગાઇડલાઇનઃ સરકારે જાહેરનામું બહાર પાડ્યું. હવેથી લગ્ન પ્રસંગમાં ૪૦૦ લોકો નહિ ૧૫૦ લોકોને જ જાેડાઇ શકશે

રાજકીય તથા ધાર્મિક પ્રસંગોમાં ૪૦૦ લોકોને છૂટ અપાઈ, ૮ મહાનગરમાં હોટલ અને રેસ્ટોરાં રાત્રે ૧૦ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે, રાત્રિ કફ્ર્યૂમાં ૧ કલાકનો ઘટાડો

રાજ્યમાં તાજેતરમાં જ ૮ મહાનગરોમાં રાત્રિ કરફ્યુને લઇને મહત્વનો ર્નિણય લેવાયો હતો. જેમાં રાત્રિ કરફ્યુની સમય મર્યાદા ૩૧ જુલાઈથી ૧ કલાક ઘટાડવામાં આવી હતી. એટલે કે આ ૮ મહાનગરોમાં ૩૧ જુલાઈથી રાત્રિના ૧૧થી સવારના ૬ વાગ્યા સુધીનો કરફ્યુ રહેશે એવો ર્નિણય લેવાયો હતો.
આ સાથે જ રાજયમાં જાહેર સમારંભો તેમજ ખુલ્લી જગ્યામાં યોજવામાં આવતા પ્રસંગો જેવાં કે લગ્ન પ્રસંગ કે જેમાં ૨૦૦ વ્યક્તિઓની પહેલાં મર્યાદા હતી જેને ૩૧ જુલાઈથી વધારીને ૪૦૦ વ્યક્તિઓની કરવામાં આવી હતી. પરંતુ તાજેતરમાં જ ફરી રાજ્ય સરકાર દ્વારા તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
કોરોના ગાઈડલાઈન અંગે ગુજરાત સરકારે સ્પષ્ટતા કરી છે. રાજ્ય સરકારે નવું જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં લગ્નને સામાજિક કાર્યક્રમમાં નહીં ગણવાનો ઉલ્લેખ કરાયો છે. આ સાથે જ લગ્ન પ્રસંગમાં માત્ર ૧૫૦ લોકોને જ મંજૂરી મળશે તેનો પણ ઉલ્લેખ કર્યો છે. સામાજિક કાર્યક્રમમાં મહત્તમ ૪૦૦ લોકોને મંજૂરી રહેશે અને મ
રણ પ્રસંગમાં ૪૦ લોકોને જ સરકારે મંજૂરી આપી છે.
રાજ્ય સરકારે અમદાવાદ સહિતના આઠેય મહાનગરોમાં રાત્રિ કરફયુ યથાવત રાખ્યો છે. જાે કે, રાત્રિ કરફ્યૂમાં વધુ એક કલાકની છૂટ આપી છે. આ ઉપરાંત સાર્વજનિક ગણેશોત્સવ ઉજવવા પણ મંજૂરી આપી છે. સાથે સાથે જાહેર સમારંભ-લગ્ન સમારોહમાં ૧૫૦ લોકોને જ મંજૂરી આપવામાં આવી છે. ગુજરાતમાં કોરોનાના કેસોમાં ખાસ્સો એવો ઘટાડો નોંધાયો છે.છેલ્લાં કેટલાંય દિવસોથી કોરોનાને કારણે એકેય વ્યક્તિનું ગુજરાતમાં મૃત્યુ થયુ નથી. આ સંજાેગોમાં રાજ્ય સરકારે કોરોનાકાળથી લાદેલાં પ્રતિબંધો હળવા કર્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં કેટલાંક મહત્વની ર્નિણય લેવાયા હતાં.

સંભવિત ત્રીજી લહેરની આશંકાને પગલે રાજ્ય સરકાર વધુ કોઇ જાેખમ ખેડવા તૈયાર નથી. આ જાેતાં રાજય સરકારે અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, જામનગર, જૂનાગઢ, ભાવનગરમાં રાત્રી કરફયૂ યથાવત રાખવા નક્કી કર્યુ છે. જાે કે, રાત્રિ કરફ્યુમાં વધુ એક કલાકની રાહત આપવામાં આવી છે. હવે રાત્રી કરફ્યુનો સમય રાત્રીના ૧૧ કલાકથી સવાર ૬ વાગ્યા સુધીનો રહેશે.

હોટલ-રેસ્ટોરન્ટ રાત્રે ૧૦ વાગ્યા સુધી ખુલ્લા રહેશે. ઉલ્લેખનીય છેકે, હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશને આજે જ મુખ્યમંત્રી રુપાણીને પત્ર લખીને કરફ્યૂમાં વધુ છૂટછાટ આપવા રજૂઆત કરી હતી. જાહેર સમારોહમાં અત્યાર સુધી ૨૦૦ લોકોને જ છૂટ આપવામાં આવી હતી પણ આજે સરકારે ૪૦૦ વ્યક્તિને મંજૂરી આપી છે. આ ઉપરાંત હોલમાં ય બેઠકની ૫૦ ટકા અથવા ૪૦૦ની મર્યાદામાં લોકો હાજર રહી શકે તેવી છૂટ આપી છે.

Related Posts