fbpx
ગુજરાત

કોરોના પર સંપૂર્ણ કંટ્રોલ આવી ગયો છે, પરંતુ કોરોના ખતમ થયો છે એવું માનતા નહીંઃ રૂપાણી

કોરોના કાળ વચ્ચે ગાંધીનગરવાસીઓ માટે રાહતના સમાચાર છે. ગાંધીનગર મહાત્મા ૯૦૦ બેડ કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ સંપૂર્ણ તૈયાર થઈ ચૂકી છે. આ હોસ્પિટલમાં ૨૫૦ આઇસીયુ વેન્ટિલેટરવાળા બેડ તૈયાર છે. અને તેની સાથે ૬૫૦ ઓક્સિજનવાળા બેડ પણ તૈયાર થઈ ગયા છે. આ હોસ્પિટલમાં ૫૪ ટનની ઓક્સિજનની ટેન્ક બનાવવામાં આવી છે. આ પ્રસંગે આજે રાજ્યના સીએમ વિજય રૂપાણી હોસ્પિટલની સમીક્ષા કરવા પહોંચ્યા છે. રૂપાણીએ જણાવ્યું કે રાજ્યમાં કોરોનાના બીજા વેવમાં મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થયા છે. હાલ ત્રીજા વેવની વાત ચાલી રહી છે, પરંતુ આપડે આગમચેતી તૈયારીના ભાગરૂપે આ હોસ્પિટલ તૈયાર રાખી છે. જે જરૂર પડ્યે આ હોસ્પિટલ ચાલુ કરાશે.

સીએમ રૂપાણીએ ગાંધીનગર ડેઝીગ્નેટેડ હોસ્પિટલની સમીક્ષા દરમિયાન જણાવ્યું હતું કે એપ્રિલ-મેં સુધી કોરોનાના કારણે બીજા વેવમા મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થયા હતા. પરંતુ છેલ્લા ૧૫ દિવસમા કેસ ઘટીને ૨૫૦૦ પર પહોંચી ગયા છે. સેકન્ડ વેવ લાંબો ચાલે અને સંખ્યા વધે તેના આધારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે પોતાના મત વિસ્તારમાં હજાર બેડની હોસ્પિટલ ચાલુ કરવાની જાહેરાત કરી હતી. જેના ભાગરૂપે આજે ૯૦૦ બેડ તૈયાર છે. કોરોના મહામારીના કપરાં સમયમાં કોઈ ઉદ્ઘાટનની રાહ જાેવાતી નથી. કેસ ઘટતા હોવાથી કોઈ આવશ્યકતા ન હોવાથી આ હોસ્પિટલ હાલ ચાલુ કરવામાં નહીં આવે. ગાંધીનગર ડીઆરડીઓ હોસ્પિટલ તૈયાર હોવા છતાં ચાલુ નહી કરાય. હાલ કોરોના પર સંપુર્ણ કંટ્રોલ આવ્યો છે. રાજ્યમાં રોજ કોરોનાના કેસ ઘટે છે, પરંતુ કોરોના ખતમ થયો છે એવુ માનતા નહીં.

રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાને હરાવવા માટે વેક્સિનેશન જરૂરી છે, વેક્સિનેશન મોટા પાયે થશે તો જ આપણે બહાર નિકળી શકીશું. રાજ્ય સરકારે ભારત સરકારના સહયોગથી વેક્સિનેશન ચાલુ છે. તેના માટે ખાનગી હોસ્પિટલોને ચાર્જેબલ રસીકરણની મંજૂરી આપી દેવામાં આવી છે. જેમાં અમદાવાદની ૩, સુરતની ૧ હોસ્પિટલને મંજૂરી આપવામાં આવી છે. આપણે વેક્સિન ફ્રી પણ આપીએ છીએ. રોજના સવા લાખ વેક્સિન યુવાનોને આપીએ છીએ. કેંદ્ર સરકારે પ્રાઈવેટ હોસ્પિટલને પણ ચાર્જ લઈને વેક્સિન આપવાની મંજૂરી આપી છે. કંપનીઓ સીધી પ્રાઇવેટ હોસ્પિટલને વેક્સિન આપે તેના આધારે વ્યવસ્થા કરે છે. હાલ એપોલો, શેલ્બિ અને કેડી હોસ્પિટલ જ્યારે સુરતમા મહાવીર હોસ્પિટલમાં પૈસાથી વેક્સિન અપાય છે. બીજી બાજુ વિદેશી કંપનીઓ પણ વેક્સિન માટે આગળ આવી છે.

તેમણે ઉમેર્યું હતું કે, કોરોના વચ્ચે પણ ગુજરાતમાં વિકાસના કામો બરાબર ચાલે છે. રીવ્યુ બેઠકો ચાલુ કરી છે. સ્થળ વિઝિટ પણ ચાલુ કરી છે. આજે સાયન્સ સિટીના એક્વેરીયમ અને રોબેટીક બે ગેલેરીની મુલાકાત કરી છે. ગાંધીનગર રેલ્વે પરની હોટલનુ કામ પણ પુર્ણ થવાના આરે છે. ત્યારે અમે આ બન્ને પ્રસંગોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને બોલાવવા માટે સમય માંગ્યો છે.

Follow Me:

Related Posts