રાજપથ પર જાેવા મળી દેશની તાકાત અને સંસ્કૃતિની ઝલક, રાફેલની ગર્જનાથી ગર્જયુ આકાશ, પરેડમાં સામેલ થઈ બાંગ્લાદેશની સેના, પરેડમાં રાફેલે પ્રથમ વખત ઉડાન ભરી, ૫૫ વર્ષના ઈતિહાસમાં ચીફ ગેસ્ટ વગર રાષ્ટ્રપતિએ તિરંગો લહેરાવ્યો
આજે ૭૨માં પ્રજાસત્તાક દિને સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ વોર મેમોરિયલ પહોંચીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. જ્યારે રાજપથ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તિરંગો લહેરાવ્યો હતો. જે બાદ પરેડની શરૂઆત થઇ હતી.
રાજપથ પર સૌથી પહેલાં યુદ્ધ ટેન્ક ટી-૯૦નું પ્રદર્શન જાેવા મળ્યું હતું. તે બાદ રાજપથ પર શિલ્કા હથિયાર પ્રણાલીની ઝલક જાેવા મળી. જ્યારે નૌ સેનાના પ્રદર્શનમાં પહેલાં ભારતીય નૌ સેના દ્વારા ૪ અને ૫ ડિસેમ્બર ૧૯૭૧ની રાતે મિસાઇલ બોટ્સ દ્વારા કરાચી બંદરગાહ પર હુમલાને દર્શાવવામાં આવ્યો હતો. બીજા ભાગમાં ૧૯૭૧ના યુદ્ધમાં નૌ સેનાના યોદ્ધાઓનું પ્રદર્શન બતાવવામાં આવ્યું હતું.
મંગળવારે રાજપથ પર અર્ધસૈનિક, અન્ય સહાયક દળોની પરેડ નીકળી હતી. જે દરમિયાન ભારતીય નટરક્ષક દળ, કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ, દિલ્હી પોલીસનું બેન્ડ, સુરક્ષા ગાર્ડના જવાનોએ પોતાની તાકાત બતાવી હતી.
રાજપથ પર સૌથી પહેલી ઝાંખી સંઘ શાસિક પ્રદેશ લદ્દાખની જાેવા મળી. કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા બાદ તે પહેલી વાર ગણતંત્ર દિવસની પરેડમાં જાેવા મળ્યું. સાથે જ અન્ય રાજ્યોની સાથે ઉત્તર પ્રદેશની ઝાંખી પણ ખાસ રહી. તેમાં રામ મંદિરની ઝલક બતાવવામાં આવી હતી.
રાજ્યો બાદ કેન્દ્રીય મંત્રાલયોની ઝાંખી જાેવા મળી હતી. જેમાં આઇટી મંત્રાલયની ઝાંખીમાં ડિઝિટલ ઇન્ડિયા થીમ દર્શાવવામાં આવી હતી. જ્યારે આયુષ મંત્રાલયની ઝાંખીમાં કોરોના સંકટના મુદ્દા જાેવા મળ્યા હતા.
આ દરમિયાન સૌથી ખાસ વાત રહી લડાકુ વિમાનના પ્રદર્શનની. એકલવ્ય ફોર્મેશનની આગેવાની રાફેલ લડાકુ વિમાન કરી રહ્યું હતું. રાફેલ સાથે બે જગુઆર, બે મિગ ૨૯ લકાડુ વિમાન હતાં. રાફેલે વર્ટિકલ ચાર્લી રૂપે કરતબ બતાવ્યા હતા.
દેશની સૌથી અત્યાધુનિક ભીષ્મ ટેન્ક રજુ થઈ
ટી ૯૦ ટેન્ક અત્યારે દુનિયામાં સૌથી અદ્યતન ટેન્કમાં સામેલ છે. ટી-૯૦ ટેન્ક રશિયામાં તૈયાર કરાઈ છે. આ ટેન્ક પોતાનું નિશાન સાધવામાં અચૂક છે. આને ભારતમાં ભીષ્મનું નામ આપવામાં આવ્યું છે. ડ્રેગન સાતે ગતિરોધ વચ્ચે ચીન સાથે જાેડાયેલી બોર્ડર પર તેને તૈનાત કરવામાં આવી છે. તેને ભારતની મુખ્ય યુદ્ધ ટેન્ક પણ કહેવામાં આવે છે.
કેપ્ટન પ્રીતિ ચૌધરીએ અપગ્રેડેડ શિલ્કા વેપન સિસ્ટમનું નેતૃત્તવ કર્યું
અપગ્રેડેડ શિલ્કા વેપન સિસ્ટમ આસમાની આફતોથી બચાવે છે. આ એક તાકાતવર અને સટીક એર ડિફેન્સ સિસ્ટમ છે. તેનું થ્રીડી ટ્રેકિંગ રડાર આકાશમાંથી આવનારી તમામ મુશ્કેલીઓને ઓળખીને તેને તોડી પાડવામાં સક્ષમ છે. ૧૪૦ એર ડિફેન્સ રેજીમેન્ટની કેપ્ટન પ્રીતિ ચૌધરી અપગ્રેડેડ શિલ્કા વેપન સિસ્ટમનું નેતૃત્તવ કર્યું હતું. કેપ્ટન ચૌધરી પરેડ સેનામાં એક માત્ર મહિલા કન્ટિજન્ટ કમાન્ડર રહી.
Recent Comments