fbpx
ગુજરાત

કોરોના માટે જાહેરહિતમાં સરકારે લીધેલા ર્નિણયમાં હસ્તક્ષેપ કરવો જાેઇએ નહીં:કોર્ટ

કેન્દ્ર સરકારના ર્નિણયની ઉપરવટ જઇને કોર્પોરેશન આવો ર્નિણય લાવી શકે નહીં. સ્નાનાગાર, જિમ જેવાં સ્થળે પ્રવેશતા પહેલાં સર્ટિફિકેટ ફરજિયાત બતાવવાનો ર્નિણય કોર્પોરેશન લઇ શકે નહીં તેવી પણ દલીલ કરી હતી. આ દલીલ સાંભળીને જસ્ટિસ જે.બી.પારડીવાલા અને જસ્ટિસ નિરલ મહેતાની ખંડપીઠે અરજી ફગાવતા ટકોર કરી હતી કે, તમારા જેવા ૪ અરજદારો માટે ૬ કરોડ લોકોના જીવને જાેખમમાં મુકી શકાય નહીં. નિશાંત બાબુભાઇ પટેલ સહિત ચાર અરજદારોએ જાહેર જગા પર ફરજિયાત વેક્સિન સર્ટિફિકેટ બતાવવાના ર્નિણયને પડકારતી જાહેરહિતની અરજીમાં કરેલી દલીલથી નારાજ થતાં કોર્ટે અવલોકન કર્યું કે, લાખો લોકોના હિત માટે કોર્પોરેશને જે ર્નિણય લીધો છે, તેમાં કોઇએ દખલગીરી કરવી નહીં.

ઓમિક્રોન અને ત્રીજી લહેરની આશંકા વચ્ચે રક્ષણ મેળવવા માટે સત્તાધીશોએ લીધેલો ર્નિણય દરેક નાગરિક માટે બંધનકર્તા છે. કોઇપણ નાગરિકે કોરોના માટે જાહેરહિતમાં સરકારે લીધેલા ર્નિણયમાં હસ્તક્ષેપ કરવો જાેઇએ નહીં. ખંડપીઠે અરજદારના વકીલને સવાલ કર્યો હતો કે, તમે બિહામણાં સપનાં જેવા કોરોનાકાળના બે વર્ષને ભૂલી ગયા છો? હવે ત્રીજી લહેરની આશંકા પ્રબળ થઇ છે ત્યારે તો ત્રીજાે બુસ્ટર ડોઝનો સમય આવ્યો છે. થોડા દિવસ સ્નાનાગારમાં જવાનું બંધ કરી દો નહિંતર વેક્સિનના બંને ડોઝ લઇ લો.આવા અરજદારો હાઇકોર્ટમાં શું કામ આવે છે? અમે દંડ ફટકારી દઇશુંમ્યુનિ. કોર્પોરેશને જાહેર જગાઓ પર ફરજિયાત વેક્સિનના બંને ડોઝ લીધાનું સર્ટિફિકેટ બતાવવાના નોટિફિકેશનને પડકારતી જાહેરહિતની અરજી હાઇકોર્ટમાં કરાઇ હતી. તેમાં રજૂઆત કરી હતી કે, કેન્દ્ર સરકારે વેક્સિનને મરજીયાત બનાવી છે. અને કેન્દ્રની માર્ગદર્શિકા મુજબ વેક્સિનના બંને ડોઝ લેવા ફરજિયાત નથી.

Follow Me:

Related Posts