કોરોના રસીકરણ જેવી લોકહિતની સામાજીક પ્રવૃતિમા અવરોધક પોલીસ કામગીરી સામે સમયસર–ત્વરીત પગલા બદલ ગુજરાતના મુખ્ય મંત્રીનો આભાર : સંઘાણી, કાછડીયા, વેકરીયા
અકારણ પરેશાન કરવામા અમરેલીના એ.એસ.પી.ની કામગીરી પ્રત્યે અરૂચી અને અણગમો હતો તેમા કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત સારહી, લાયન્સ કલબ, રોટરી કલબ સહિતની અનેક સામાજીક સંસ્થાઓના સહયોગથી આયોજીત મેગા રસીકરણ કેમ્પની પૂર્વ સંધ્યાયએ આયોજન કામગીરીમા પોલીસની અડચણરૂપ કામગીરી અને મારામારીએ પોલીસ અને સરકારની છબી વધુ ખરડાવી હતી.
સામાજીક સંસ્થાના કાર્યકરોને હોસ્પિટલમા સારવાર લેવી પડે એટલી હદની પોલીસ દમનકારી કામગીરી અંગે ભાજપના દિગ્જજ આગેવાન–રાષિ્્રટય સહકારી નેતા દિલીપ સંઘાણી, સાંસદ નારણભાઈ કાછડીયા અને જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા એ સરકારમા કરેલ રજુઆત અંતર્ગત પોલીસ અધિકારી સામે તત્કાલ અને પરિણામલક્ષી પગલા ભરવા બદલ સંઘાણી, કાછડીયા અને વેકરીયા એ રાજયના સંવેદનશીલ અને લોકપ્રિય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આભાર માનવા સાથે રાજય સરકારની કામગીરીને બિરદાવી હતી તેમ યાદીના અંતમા જણાવાયેલ છે.
Recent Comments