fbpx
ગુજરાત

કોરોના રિપોર્ટ ઝડપથી મળે તે માટે બી.જે.મેડીકલ કોલેજની લેબ ૨૪ કલાક ચાલુ

અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા કોરોનાના કેસને લઇ ૨૪ કલાક માટે લેબ કાર્યરત કરાઇ છે. બી.જે.મેડીકલ કોલેજની લેબને ૨૪ કલાક માટે કાર્યરત કરવામાં આવી છે. સેમ્પલના રિપોર્ટ ઝડપથી મળે તે માટે આ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંગે માઇક્રોબાયોલોજી વિભાગના વડા ડૉક્ટર નીતા ખંડેલવાલે સ્પષ્ટતા કરી હતી અને કહ્યું હતુ કે દરરોજ ૨ હજારથી વધુ સેમ્પલ લઇ ઇ્‌ઁઝ્રઇ ટેસ્ટ કરવામાં આવે છે. ત્યાર બાદ સેમ્પલને ગાંધીનગરની લેબમાં જીનોમસિકવન્સ માટે મોકલવામાં આવે છે. જેમાંથી ડિસેમ્બર મહિનામાં મોકલાયેલા સેમ્પલોમાં ડેલ્ટા પ્લસ અને ઓમિક્રૉન રિપોર્ટ મળી આવ્યાં છે. ટ્રાવેલ હિસ્ટ્રી વાળા ઓમિક્રૉનના પાંચ અને ૪ દર્દી ડેલ્ટા વેરિઅન્ટના પણ મળ્યા છે. જાે કે જાન્યુઆરી મહિનાના મોકલાયેલ સેમ્પલોના તમામ પરિણામો હજુ બાકી છે. ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જેથી કોરોનાના લક્ષણો ધરાવનારાઓને સેમ્પલના રિપોર્ટ ઝડપથી મળે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે.

મહત્વનું છે કે ૧૧ જાન્યુઆરીએ કોરોનાના નવા ૭૪૭૬ કેસ નોંધાયા છે. તો કોરોના સંક્રમણથી ૩ દર્દીના મોત થયા છે. વલસાડ, સુરત અને પોરબંદરમાં ૧-૧ દર્દીનું મોત થયું. રાજ્યમાં રાજ્યમાં ૨૭૦૪ દર્દી સારવાર બાદ સાજા થયા છે. ગુજરાતમાં કોરોનાના ૩૭૨૩૮ એક્ટિવ કેસ છે. જે પૈકી ૩૭૨૦૪ દર્દી સ્ટેબલ અને ૩૪ દર્દી વેન્ટીલેટર સારવાર હેઠળ છે. જાે કે મંગળવારે ઓમીક્રોનનો એક પણ કેસ નોંધાયો નથી.ગુજરાતમાં કોરોનાના કેસોમાં તો વધારો થયો જ છે સાથે ઓમિક્રોનના કેસ પણ ખૂબ ઝડપથી વધી રહ્યા છે. ત્યારે દર્દીઓના કોરોના ટેસ્ટના રિપોર્ટ ઝડપથી મળી રહે તે માટે અમદાવવાદની બી.જે.મેડીકલ કોલેજની લેબને ૨૪ કલાક માટે કાર્યરત કરવામાં આવી છે.

Follow Me:

Related Posts