કોરોના વચ્ચે બ્લેક ફંગસનો કેરઃ રાજસ્થાનમાં ૭૦૦ કેસ, મહારાષ્ટ્રમાં પણ હાહાકાર
કોરોનાના પડકાર વચ્ચે બ્લેક ફંગસ બીમારીએ ચિંતા વધારી દીધી છે. દેશના કેટલાક રાજ્યમાં આ બીમારીના દર્દીઓની સંખ્યા વધવા લાગી છે. માત્ર રાજસ્થાનમાં જ બ્લેક ફંગસના ૭૦૦થી વધુ કેસ છે અને એવામાં રાજ્ય સરકાર સાવચેત બની ગઇ છે.
રાજસ્થાનમાં બ્લેક ફંગસને મહામારી જાહેર કરવામાં આવી છે, જ્યારે મુખ્યમંત્રી અશોક ગહેલોતે અધિકારીઓને જરૂરી એક્શન લેવાના આદેશ આપ્યા છે. આખા રાજ્યમાં કુલ ૭૦૦ કેસ છે જ્યારે માત્ર એક જ હોસ્પિટલમાં બ્લેક ફંગસના ૧૦૦થી વધુ દર્દી છે.
માત્ર રાજસ્થાન જ નહી પણ કેટલાક રાજ્યમાં પણ બ્લેક ફંગસે ચિંતા વધારી છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી આ બીમારીને કારણે ૯૦ દર્દીઓનો જીવ ગયો છે. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ અને દિલ્હી જેવા રાજ્યોમાં પણ નિયમિત સમયે બ્લેક ફંગસના દર્દી મળી રહ્યા છે.
મહારાષ્ટ્રમાં આશરે બે હજારથી વધુ કેસ દર્જ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ખુદ આ મુદ્દા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠકમાં ઉઠાવી શકે છે. મહારાષ્ટ્રે કેન્દ્રને અપીલ કરી છે કે તુરંત દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે. મહારાષ્ટ્રની સ્થિતિનો અંદાજાે આ વાત પરથી લગાવી શકાય છે કે બારામતીમાં મ્યુકરમાઇકોસિસ તપાસ કેમ્પ લગાવવામાં આવ્યા છે, જ્યા ૪૦૦ લોકોની તપાસ થઇ હતી જેમાંથી ૧૬ લોકો સંક્રમિત નીકળ્યા હતા.
જાે પાટનગર દિલ્હીની વાત કરીએ તો સર ગંગારામ હોસ્પિટલમાં બ્લેક ફંગસથી સૌથી વધુ ૪૦ કેસ સામે આવ્યા છે, મેક્સ હોસ્પિટલમાં ૨૫ કેસ સામે આવ્યા છે. જ્યારે એમ્સમાં આશરે ૨૦ અને મૂલચંદ હોસ્પિટલમાં બ્લેક ફંગસનો એક કેસ સામે આવ્યો છે.
Recent Comments