કોરોના વધતા વિદ્યાર્થીઓ ફરી ઓનલાઈન શિક્ષણના સહારે
અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા કેટલીક સ્કૂલોએ ઓફલાઇન શિક્ષણ બંધ કરી દીધું છે. કોરોનાના કેસોમા વધારો થતા કેટલીક સ્કુલોમાં ફરીથી ઓનલાઈન શિક્ષણ શરુ કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે શહેરમાં અનેક સ્કૂલો એવી છે કે જેણે ઓફલાઇન અભ્યાસ બંધ કરવાનો પરિપત્ર જાહેર કર્યો છે. ત્યારે વાલીઓને પોતાના બાળકોને શાળાએ ન મોકલવા જાણ કરવામાં આવી છે.
અગાઉ પુખ્ત વયના લોકોમાં કોરોના વધુ હતો. તો હવે બાળકો એની ચપેટમાં આવી રહ્યા છે. એક તરફ ૩ જાન્યુઆરીથી બાળકોની વેક્સિનની શરૂઆત થઇ ગઈ છે. જેમાં ૧૫-૧૮ વર્ષના બાળકોને વેક્સિન આપવામાં આવી રહી છે. પરંતુ આ પહેલા અનેક બાળકો કોરોના સંક્રમિત થયા છે. અને હજુ વધુ બાળકોને કોરોના થઇ રહ્યો છે. આવા સમયમાં સરકાર તરફથી તો શાળા બંધ કરવાની કોઈ જાહેરાત નથી. પરંતુ શાળા સંચાલકો હવે સ્વેચ્છાએ શાળા બંધ કરી રહ્યા છે.
Recent Comments