કોરોના વાઇરસને લઈને એલર્ટ કેન્દ્ર સરકાર, કોરોના વાઇરસને લઈને બધા રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બેઠક કરશે મનસુખ માંડવિયા
દેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યાં છે. છેલ્લા બે દિવસમાં કોરોનાના નવા કેસમાં આશરે ૮૦ ટકાનો વધારો થયો છે. આ દરમિયાન ૨૩૦૦થી વધુ કેસ વધ્યા છે. કોરોનાના વધતા કેસને જાેતા કેન્દ્ર સરકાર એલર્ટ થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ એક બેઠક બોલાવી છે. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા શુક્રવારે દરેક રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બેઠક કરશે. આ બેઠક વીડિયો કોન્ફરન્સ દ્વારા થશે. બેઠકમાં અલગ-અલગ રાજ્યોમાં કોરોનાની સ્થિતિને લઈને સમીક્ષા કરવામાં આવશે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૫૩૩૫ નવા કેસ સામે આવ્યા છે. કોરોનાના સક્રિય કેસમાં પણ વધારો થયો છે. એક્ટિવ કેસ વધીને હવે ૨૫૫૮૭ થઈ ગયા છે. નોંધનીય છે કે નોંધનીય છે કે દેશમાં લાંબા સમય બાદ કોરોનાના એક દિવસમાં પાંચ હજારથી વધુ કેસ સામે આવ્યા છે.
બુધવારે દેશમાં ૪૪૩૫ કોરોના કેસ સામે આવ્યા હતા. દેશની રાજધાની દિલ્હીમાં પણ કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. મંત્રાલયે કહ્યું કે દિલ્હીમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૦૯ કોરોના દર્દીઓ મળી આવ્યા છે. તે જ સમયે, દિલ્હીમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા વધીને ૧૭૯૫ થઈ ગઈ છે. આ સિવાય નોઈડામાં ૪૭ દર્દીઓ મળી આવ્યા છે, જ્યારે ગાઝિયાબાદમાં કુલ ૧૩ દર્દીઓ મળી આવ્યા છે. કેટલા લોકોને રસી મળી?.. તે જાણો.. દેશમાં અત્યાર સુધીમાં કોરોના રસીના ૨૨૦.૬૬ કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. પ્રથમ ડોઝ ૧૦૨.૭૪ કરોડથી વધુ લોકોને આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, લગભગ ૯૫.૨૦ કરોડ સેકન્ડ ડોઝ આપવામાં આવ્યા છે. તે જ સમયે, ૨૨.૭૨ કરોડથી વધુ લોકોને પ્રી-વેકેશન ડોઝ પણ મળ્યો છે.
Recent Comments