કોરોના વેક્સિન માટે સરકારે ફાળવી જંગી રકમ, ૩૫ હજાર કરોડના ફંડની જાહેરાત
૭કેન્દ્રીય નાણાં મંત્રી ર્નિમલા સિતારમને બજેટ ૨૦૨૧-૨૨માં કોરોના વેક્સિનના વિકાસ માટે ૩૫,૦૦૦ કરોડ રૂપિયા ફંડની જાહેરાત કરી છે. આ ફંડનો ઉપયોગ દેશમાં કોરોના વેક્સિનના વિકાસ, વિતરણ અને રસીકરણ માટે કરવામાં આવશે.
નાણાં મંત્રીએ બજેટ રજૂ કરતાં કહ્યું કે, આજે ભારતમાં બે વેક્સિન ઉપલબ્ધ છે. જેનાથી અમે દેશના નાગરિકોના જીવનની રક્ષા કરી રહ્યાં છે. અમે ૧૦૦થી વધુ દેશોને પણ કોરોના વેક્સિન આપવાની પ્રક્રિયા શરૂ કરી છે. તેમણે કહ્યું કે, આ ખૂબ જ રાહત આપનારી વાત છે કે ટૂંકમાં જ દેશમાં બે વધુ વેક્સિન આવનારી છે.
ર્નિમલા સીતારમને કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વૈજ્ઞાનિકોને શુભેચ્છા આપીને આ વેક્સિન લોન્ચ કરી છે. તેમણે કહ્યું કે, વર્ષ ૨૦૨૧-૨૨ માટે ૩૫ હજાર કરોડ રૂપિયા કોરોના વેક્સિન માટે આપવામાં આવ્યા છે અને જાે જરૂર પડશે તો આના માટે સરકાર વધુ નાણાં આપવા માટે તૈયાર છે. સ્વાસ્થ્ય અને કલ્યાણ ક્ષેત્ર માટે ૨.૨૩ લાખ કરોડ રૂપિયા છે. તેમણે જણાવ્યું કે, આ વર્ષે ગયા વર્ષની સરખામણીમાં બજેટમાં ૧૩૭ ટકાથી વધુ વધારો કરાયો છે.
Recent Comments