કોરોના વેક્સિન રાજકોટમાં મનુબેન ઢેબર સેનેટોરિયમમાં રાખવામાં આવશે
રાજકોટમાં કોરોનાની વેક્સિનને લઈને તડામાર તૈયારી શરૂ થઈ ગઈ છે. કોરોનાની વેક્સિન આવશે ત્યારે વેક્સિનને શહેરના મનુબેન સેનેટોરિયમમાં ૈંન્ઇ ફ્રીજ અથવા ડીપ ફ્રીજમાં રાખવામાં આવશે. ૈંન્ઇ ફ્રીજનું ટેમ્પરેચર ૨ ડિગ્રીથી ૮ ડિગ્રી સુધી અને ડીપ ફ્રીજનું ટેમ્પેરચર માઈન્સ ૨૫ ડિગ્રી સુધી કરી શકાય છે. આજે વીડિયો કોન્ફરન્સથી વેક્સિન કઈ ડિગ્રીમાં રાખવામાં આવશે તેની માહિતી અપાઈ તેવી શક્યતા છે.
૧૧૪ની કેરેસિટી ધરાવતા ૈંન્ઇ – ૩, ૨ લાખ ૨૧ હજારની કેપેસિટી ધરાવતા ડીપ ફ્રીજ-૧૭ નંગ, ૨૧ અર્બન હેલ્થ સેન્ટર પર ૭૮૨ વેક્સિનની કેપેસિટી, ગુંદાવાળી અને સિવિલ હોસ્પિટલ જેમાં ૯૨ વેક્સિનની કેપેસિટી, ૧૩૭૦ કોલ્ડ બોક્સ(૧ બોક્સમાં ૪ હજાર ડોઝ) ૭૩ વેક્સિન કેરિયર(૧ કેરિયરમાં ૨૦૦ ડોઝ વેક્સિન કેરિયર) તૈયાર રાખવામાં આવ્યાં છે.
રાજકોટમાં ખાનગી કાર્યક્રમમાં આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં ચાર તબક્કામાં રસી અપાશે તેવી મહત્ત્વની જાહેરાત કરી છે.વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ‘વડાપ્રધાન થોડા જ સપ્તાહોમાં વેક્સિન લાવવા માટે સતત પ્રયત્નશીલ છે. ગુજરાતે વેક્સિન માટે પૂરી તૈયારી કરી લીધી છે. સ્ટોરેજ ફેસિલિટી હોય કે કોલ્ડ ચેઈન બધું જ તૈયાર છે. જેને વેક્સિન આપવાની છે તેનો પણ ડેટા છે. આ વેક્સિન ચાર તબક્કામાં અપાશે. સૌથી પહેલા હેલ્થ વર્કર જેવા કે ડોક્ટર અને નર્સિંગ સ્ટાફને અપાશે.
Recent Comments