fbpx
ભાવનગર

કોરોના વેક્સિન લઇને પોતાને તેમજ પરિવારને સુરક્ષિત કરો : મેડિકલ ઓફિસર ડો. જલ્પા રાઠોડ


  • કોરોનાને નાથવા હાલ વેક્સિન જ ઇલાજ છે ત્યારે ભાવનગર શહેરમાં આવેલ કાળીયાબીડ વિસ્તારમાં શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આર.બી.એસ.કે. મેડિકલ ઓફિસર તરીકેની ફરજ બજાવતા ડો.જલ્પા રાઠોડ જણાવે છે કે, પોતે કોવિશિલ્ડ વેક્સિનેશનના બન્ને ડોઝ લઇ લીધા છે. જેની કોઇપણ જાતની આડઅસર જોવા મળી નથી. કોરોનાના સંક્રમણમાં રસીકરણનાં કારણે જ સુરક્ષીત છું.

તેમણે વધુમાં ઉમેર્યુ હતુ કે, હાલ તેઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે દરરોજ ૪૦૦ થી વધુ દર્દીઓની તપાસ કરે છે અને તેમને કોઇપણ જાતની તકલીફ કે સંક્રમણ થઇ શક્યુ નથી જેનુ મુખ્ય કારન રસીકરણ છે. રસીકરણની પ્રક્રિયા એકદમ સુરક્ષીત છે. સૌ લોકોએ મનમાં કોઇપણ જાતનાં ડર કે શંકા રાખ્યા વિના રસીકરણ કરાવી લેવું જોઇએ તેવી મારી તમામ નાગરીકોને અપીલ છે

Follow Me:

Related Posts