fbpx
રાષ્ટ્રીય

કોરોના સંકટ અને લોકડાઉનના કારણે ર્નિણય લેવાયો તમિલનાડુ સરકારનો મોટો ર્નિણયઃ ધો.૯,૧૦ અને ૧૧ના વિદ્યાર્થીઓને પાસ કરી દેવાશે

કોરોના સંક્રમણ વચ્ચે શૈક્ષણિક કાર્ય અને પરીક્ષાઓના સમાચાર વચ્ચે તામિલનાડુ સરકારે ધોરણ અને ૯,૧૦ અને ૧૧ના વિદ્યાર્થીઓને પરીક્ષા વગર જ પાસ કરી દેવાનો ર્નિણય કર્યો છે.
રાજ્યના મુખ્યમંત્રી પલાનીસ્વામીએ નિયમ ૧૧૦ હેઠળ વિધાનસભામાં જાહેરાત કરી હતી કે, ૨૦૨૦-૨૧ના શૈક્ષણિક વર્ષમાં આ વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પરીક્ષા નહીં યોજાય અને વિદ્યાર્થીઓને સીધા જ સત્રમાં પાસ કરી દેવામાં આવશે.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, મહામારીને કારણે સર્જાયેલ અસામાન્ય સ્થિતિને જાેતા શિક્ષકો અને વિદ્યાર્થીઓની અપીલને ધ્યાનમાં રાખીને આ ર્નિણય લેવામાં આવ્યો છે. કોરોનાને કારણે લોકડાઉન દરમિયાન વિદ્યાર્થીઓ માત્ર ઓનલાઇન અભ્યાસ કરી શકતા હતા.
આપને જણાવી દઇએ કે, આ પહેલા રાજ્યમાં ૧થી૮ માટે શાળાઓ શરૂ કરવા મામલે રાજ્યના શિક્ષણમંત્રીએ ના પાડી હતી. ૧૨ ફેબ્રુઆરીના રોજ કે.એ.સેનગોટ્ટિયને કહ્યું કે, અત્યારે શાળા ફરી શરૂ કરવાનો ર્નિણય નથી લેવાયો.

Follow Me:

Related Posts