fbpx
અમરેલી

કોરોના સંક્રમણને ધ્યાને લઈ કેટલાક નિયંત્રણો લંબાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

કોરોના સંક્રમણને ધ્યાને લેતા રાજ્ય સરકાર દ્વારા અન્ય માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ છે તથા નિયંત્રણોની અવધિ લંબાવવાનું નક્કી કરેલ છે જે અન્વયે અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ નિયંત્રણોની અવધિ લંબાવતું જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.

જાહેરનામામાં જણાવ્યા અનુસાર તા.૨૧/૧૨/૨૦૨૧ થી તા.૩૧/૧૨/૨૦૨૧ સુધીના સમગ્ર સમયગાળા સુધી કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં તમામ દુકાનો, વાણિજયક સંસ્થાઓ, લારી ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટીંગ યાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર, રેસ્ટોરેન્ટસ, અઠવાડીક ગુજરી, બજાર, હાટ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિઓ ચાલુ રાખી શકાશે, સિનેમા હોલ ૧૦૦% ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે, જીમ ૭૫% ક્ષમતા સાથે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત  S.O.P. ને આધિન  ચાલુ રાખી શકાશે, જાહેર બાગ – બગીચાઓ રાત્રિના ૧૦-૦૦ કલાક સુધી જાહેર જનતા માટે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. ને આધિન  ખુલ્લા રાખી શકાશે, આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૪૦૦ (ચારસો) વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગાવાઈ યથાવત રહે છે, અંતિમ ક્રિયા – દફનવિધિ માટે મહત્તમ ૧૦૦ (એકસો) વ્યકિતઓની મંજુરી રહેશે,  તમામ  પ્રકારના રાજકીય, સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમોમા તેમજ ધાર્મિક સ્થળોમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. ને આધિન, ખુલ્લામાં મહત્તમ ૪૦૦ વ્યકિતઓ પરંતુ, બંધ સ્થળોએ, જગ્યાની ક્ષમતાના ૫૦% વ્યકિતઓ એકત્રિત થઈ શકશે.

ધોરણ-૯ થી પોસ્ટ ગ્રેજયુએટ કોર્ષ સુધીના કોચીંગ સેન્ટરો-ટ્યુશન ક્લાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક – ભરતી અંગેની પરીક્ષાઓ માટેના કોચિંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના મહત્તમ ૫૦% વિદ્યાર્થીઓ સાથે બેચવાઈઝ કોરોના ગાઈડલાઈનનું પાલન  કરવાની શરતે નિયત S.O.P. સાથે ચાલુ રાખી શકાશે, શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી સૂચનાઓને આધિન ચાલુ રાખી શકાશે., શાળા કોલેજો, અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક – ભરતી અંગેની પરીક્ષાઓ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. સાથે યોજી શકાશે., વાંચનાલયો ૭૫ % ક્ષમતા સાથે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. ને આધિન ચાલુ રાખી શકાશે., પબ્લિક તથા પ્રાઈવેટ બસ ટ્રાન્સપોર્ટની નોન.એ.સી.બસ સેવાઓ ૧૦૦% ક્ષમતા સાથે (Standing not allowed) જ્યારે એ.સી.બસ સેવાઓ મહત્તમ ૭૫% પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે. બસ ટ્રાન્સપોર્ટ સેવાઓને રાત્રિ કર્ફ્યુમાંથી મુકિત આપવામાં આવે છે., પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, સ્પોર્ટસ સ્ટેડીયમ/સંકુલમાં રમતગમત ચાલુ રાખી શકાશે. સિનેમાં થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો મહત્તમ ૬૦% કેપેસીટીમાં ચાલુ રાખી શકાશે., વોટર પાર્ક,  સ્વિમીગ પુલ મહત્તમ ૭૫% કેપેસીટીમાં ચાલુ રાખી શકાશે, સ્પા સેન્ટરો નિયત કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન સાથે સવારના ૦૯-૦૦ થી રાત્રિના ૦૯-૦૦ કલાક સુધી ચાલુ રખાશે, જાહેરનામામા દર્શાવ્યા મુજબ તમામ માલિકો, સંચાલકો, કર્મચારીશ્રીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓ માટે વેકિસનનો પ્રથમ ડોઝ ફરજિયાત રહેશે.,વ્યકિતઓના RTPCR Test પોઝીટીવ આવેલ હોય તેવા કિસ્સાઓમાં RTPCR Test પોઝીટીવ આવ્યાના ૧૪ દિવસથી હોસ્પિટલની Discharge Summary ની તારીખથી ૯૦ દિવસ પૂર્ણ થયા બાદ તુર્તજ વેકસીનનો પ્રથમ ડૉઝ લેવાનો રહેશે, પ્રથમ ડૉઝ લીધાને નિયત સમયમર્યાદા પૂર્ણ થયેલ હોય તો બીજા ડોઝ પણ લીધેલ હોય તે હિતાવહ રહેશે. વધુમાં જણાવ્યા મુજબ તમામે ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ જાહેરનામું તા.૨૧/૧૨/૨૦૨૧ થી તા.૩૧/૧૨/૨૦૨૧ ના સુધી અમરેલી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં લાગુ પડશે. હુકમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.

Follow Me:

Related Posts