fbpx
ગુજરાત

કોરોના સંક્રમણને રોકવા આણંદ જિલ્લાના ૧૨ ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન

સમગ્ર રાજ્યમાં હાલ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે, આણંદ જિલ્લામાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે. વધતા જતા કોરોનાના કેસો રોકવા માટે આમંદ જિલ્લાના ૧૨ જેટલા ગામો દ્વારા સ્વૈચ્છિક રીતે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શહેરી વિસ્તારોમાં પણ તંત્ર દ્વારા કોરોના ગાઈડલાઈનનું પાલન થાય તે માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ગામના નાગરિકોની સુરક્ષા માટે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરનારા ગામોમાં પીપળાવ, મલાતજ, પામોલ, વટાદરા, બોદાલ, વિરસદ, પણશોરા, કોઠાવી, જેસરવા, ચાંગા, અને લિંગડા ગામનો સમાવેશ થાય છે. આ ગામોએ સંક્રમણને નાથવા ગ્રામ પંચાયત, વેપારીઓ અને સ્થાનિકોની સંમતિ સાથે સ્વૈચ્છિક લોકડાઉન અમલમાં લાવ્યું છે. આ ગામોમાં ધંધા રોજગારને કોઈ અસર ન પડે તે માટે નિયત કરેલા નિયમો સાથે મર્યાદિત સમય માટે બજારો ખોલીને બાકીના સમયે સ્વૈચ્છિક લોકડાઉનનું પાલન કરવામાં આવે છે.

હાલ આણંદ જિલ્લામાં કોરોનાના ૧૫૭ દર્દીઓ સારવાર મેળવી રહ્યા હોવાનું સત્તાવાર યાદી જણાવી રહી છે, પરંતુ જિલ્લામાં શંકાસ્પદ દર્દીઓનો આંકડો અને હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા દર્દીઓનો આંકડો કઈ અલગ જ પરિસ્થિતિને વર્ણવી રહી છે. તે જાેતા માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સિંગના નિયમોની કડકાઈથી અમલવારી કરાવવામાં આવે તે જરૂરી જણાઈ રહ્યું છે.

Follow Me:

Related Posts