ગુજરાત

કોરોના સંક્રમણ વચ્ચે પાલિકાની ટીમે પોલીસ કર્મીઓના રેપિડ ટેસ્ટ કર્યા

સુરતમાં કોરોના સંક્રમણ ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે. પરંતુ કોર્પોરેશન દ્વારા રેપિડ ટેસ્ટ કરવાની કામગીરી સતત કરવામાં આવી રહી છે. કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આજે સુરત પોલીસ કમિશનર ઓફિસ ખાતે પોલીસ કર્મીઓના રેપિડ ટેસ્ટ કરવાના શરૂ કર્યા હતા. તેમજ એસઆરપી જવાનોનાં પણ રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. સવારે આરોગ્ય વિભાગની ટીમ પોલીસ કમિશનર કચેરીના કેમ્પસમાં જ તમામ પોલીસ કર્મીઓના ટેસ્ટ લેવાની કામગીરી શરૂ કરી દીધી હતી. ફરજ પર હાજર મોટાભાગના પોલીસ કર્મીઓએ સહયોગ આપતા રેપિડ ટેસ્ટ કરાવ્યું હતું.

કોરોના સંક્રમણ વચ્ચે આરોગ્ય વિભાગની ટીમે જેટલી જહેમત ઉઠાવી છે, એ જ પ્રકારની કામગીરી પોલીસ કર્મીઓ દ્વારા પણ બનાવવામાં આવી છે કે અત્યાર સુધી તમામ વિસ્તારોની અંદર બંદોબસ્તથી લઈને માઈક્રોકન્ટેમેન્ટ વિસ્તારોમાં બેરીકેટ લગાવીને બંદોબસ્ત સેવા આપી છે. પોતાના જીવ જાેખમમાં મૂકીને સતત કફ્ર્યું સમયે કે અન્ય સમય દરમિયાન સતત સેવા આપી છે.કોરોના સંક્રમણ દરમિયાન જે રીતે આરોગ્ય વિભાગના કર્મચારીઓ કોરોના ગ્રસ્ત થયા છે. એવી જ રીતે પોલીસ કર્મીઓ પણ મોટી સંખ્યામાં સંક્રમણથી ભોગ બન્યા છે.

Follow Me:

Related Posts