કોરોના સંક્રમણ વધતાં કોરોનાથી મોત માટે ૪ સ્મશાન ગૃહો અનામત રખાયા
ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધતા જાેવા મળી રહ્યા છે.તેમાં પણ ૪ મહાનગરો જેવા કે અમદાવાદ,રાજકોટ,સુરત, વડોદરામાં તો કેસ રોકેટ ગતિએ વધતા જાેવા મળી રહ્યા છે . આ મહાનગરો માં હોસ્પિટલો માં બેડ ફુલ હોવાનું જાણવા મળે છે .તેમજ સ્મશાનમાં પણ લાંબી લાઈનો જાેવા મળી રહી છે.તેવામાં જાે કોવિડ દર્દી મૃત્યુ પામે તો તેમને પ્રોટોકોલ મુજબ અલગ સ્મશાન માં લઇ જાવામાં આવતા હતા પરંતુ કેસો સતત વધતા આ મુશ્કેલ બનતા મનપા અને સિવિલ હોસ્પિટલ અને જિલ્લા કલેક્ટર તંત્રની બેઠક મળી હતી.
ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા અલગ અલગ જવાબદારી ઉપાડશે. સિવિલ હોસ્પિટલ મૃતદેહો પહોંચાડવાની જવાબદારી ઝડપી બનાવશે, મનપા સ્મશાનમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડશે. આ માટે ખાસ કમિટી પણ બનાવાઈ છે અને એક જ દિવસમાં અંતિમવિધિ થાય તેના પર ધ્યાન અપાશે. જ્યારે નોન કોવિડમાં અંતિમસંસ્કારમાં સમસ્યા ન સર્જાય તે માટે શહેરી વિસ્તાર ઉપરાંત અમુક સ્મશાન શહેરી વિસ્તારની બહારના સંચાલકોને પણ તૈયાર કરાયા છે.
શહેરના રામનાથપરા, બાપુનગર, મવડી અને મોટામવા સ્મશાનને માત્ર કોવિડ માટે જાહેર કરાતા નોન કોવિડ માટે વધુ સ્મશાનની જરૂર પડે તેમ હોવાથી મનપા વિસ્તારની બહારના સ્મશાન સંચાલકોને તૈયાર કરાયા છે. મનપા હેઠળ આવતા ચારેય સ્મશાનને દર મહિને જે ગ્રાન્ટ અપાય છે તે ઉપરાંત કોવિડ પ્રોટોકોલ હેઠળ આવતા દરેક મૃતદેહ માટે ૩૦૦ રૂપિયાની સહાય કરશે . જ્યારે એવા સ્મશાનો કે જે મનપા સંચાલિત નથી અને વિસ્તારમાં આવતા નથી જેમ કે નવાગામ અને તેઓ શહેરી વિસ્તારની નોન કોવિડ અંતિમવિધિ કરવા તૈયાર થયા છે તેમને પ્રત્યેક અંતિમવિધિ દીઠ ૧૫૫૦ રૂપિયાની સહાય અપાશે .
Recent Comments