fbpx
ગુજરાત

કોરોના સામે ગરમ પાણી અને આરામ સૌથી મોટી દવા

કોઇપણ વ્યક્તિ કોરોનાગ્રસ્ત થાય તો ડરવાની જરૂર નથી. હા, તકેદારી ચોક્કસ રાખવી પડશે. ભીડમાં જવાનું ટાળો, માસ્ક સતત પહેરો, બાળકો અને વૃદ્ધોએ ખાસ ધ્યાન રાખવું પડશે. સમયાંતરે તાવ આવે છે, નબળાઈ રહે છે, પરંતુ નિયમિત કસરત કરું છું, હજુ સુધી કોરોનાને લગતી એકપણ ટેબ્લેટ લીધી નથી, સીટી સ્કેન પણ કરાવ્યું નથી, તાવ આવે ત્યારે ડોલો લઉં છું, જમવામાં કોઇ ફરક કરવો પડ્યો નથી. ડરવાની જરૂર નથી, આ વખતે સંક્રમણ વધુ ફેલાઇ રહ્યું છે, માટે જાે તમે પોઝિટિવ આવો તો પરિવારના સભ્યોને સંક્રમિત થતાં અટકાવવા માટે એકલા રહેવા લાગો, પોઝિટિવ વિચારો, યોગ કે કસરત કરો, સતત પાણી પીવાનું રાખવું, દિવસમાં ત્રણ-ચાર વખત ગરમ પાણીનો નાસ લેવો, વેક્સિનના બંને ડોઝ લીધા હોવાને કારણે સુરક્ષિત છું, લોકોએ પણ મોડું કર્યા વગર વેક્સિન લઇ લેવી જાેઇએ.રાજકોટ શહેરમાં કોરોના કેસમાં છેલ્લા એક સપ્તાહમાં આવેલા ઉછાળાથી ૧૨૭૩ દર્દીને કોરોનાનો ચેપ લાગ્યો છે જાેકે તેમાંથી માત્ર ૫ જ હોસ્પિટલાઈઝ છે, બાકીના તમામ હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે.

એમાં તબીબો, નર્સ, વેપારી, વિદ્યાર્થી સહિતના તમામ વર્ગના લોકો છે. આ તમામની દિનચર્યા તેમજ કોરોનાની સામે લડવા શું કરે છે એ જાણવા જાેવા મળ્યું હતું કે કોરોના વાઇરસ સક્રિય થાય એટલે બે દિવસ જ તકલીફ પડે છે, પછી કશું થતું નથી. એક સપ્તાહમાં દર્દી એકદમ સ્વસ્થ થઈ જાય છે. સારવાર માટે બધાએ ગરમ પાણીને જ સૌથી મોટી દવા ગણાવી હતી. એકદમથી ઠંડી ચડી, તાવ આવ્યો, માથું અને શરીર દુખવા લાગ્યું હતું. મારી સાથે મારી-મમ્મીને પણ તાવ આવ્યો હતો, એટલે બંનેના રિપોર્ટ કરાવતાં પોઝિટિવ આવ્યા. બીજા દિવસે પપ્પાને પણ તાવ જેવું લાગ્યું તેમનો રિપોર્ટ કરાવ્યો તો તેઓ પણ પોઝિટિવ આવ્યાં. ઘરમાં અમે ત્રણ જ હતાં, એટલે આઈસોલેશનમાં પણ કોઇ સમસ્યા નડી નહિ તેમજ મને એપ્રિલમાં પહેલી વખત કોરોના થયો હતો એટલે એ અનુભવ તો હતો એટલે નાસ લેવું, હળદરવાળું પાણી પીવું, ગરમ પાણીમાં લીંબુ નાખીને પીવું એ બધું જ કરીએ છીએ.

Follow Me:

Related Posts