કોરોના વાયરસની સામે જંગમાં નિર્ણાયક ભૂમિકા નિભાવવા માટે ની તરફથી એન્ટી-કોવિડ મેડિસિન ૨ ડીજી લોન્ચ કરી દીધી છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી ડૉ.હર્ષવર્ધન સિંહે આ દવાનો પહેલો જથ્થો રીલીઝ કરી દીધો.
ના મતે ‘૨-ડીઓક્સી-ડી-ગ્લુકોઝ’ દવાને ૈંદ્ગસ્છજી દ્વારા હૈદરાબાદની ડૉકટર રેડ્ડી લેબની સાથે મળીને તૈયાર કરાઇ છે. તાજેતરમાં જ ક્લિનિકલ-ટ્રાયલમાં પાસ થયા બાદ ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા એ આ દવાને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી હતી. કહેવાય છે કે આ દવાઓ સેશેમાં ઉપલબ્ધ થશે. એટલે કે દર્દીઓએ તેને પાણીમાં ઓગાળીને પીવી પડશે.
અધિકારીઓનું કહેવું છે કે ગ્લુકોઝ પર આધારિત આ દવાના સેવનથી કોરોના દર્દીઓને ઓક્સિજન પર વધુ ર્નિભર રહેવું પડશે નહીં. સાથો સાથ તેઓ ઝડપથી સાજા થઇ જશે. ક્લિનિકલ-ટ્રાયલ દરમ્યાન પણ જે કોરોના દર્દીઓને આ દવાઓ આપી હતી તેમનો ઇ્-ઁઝ્રઇ રિપોર્ટ ટૂંક સમયમાં જ નેગેટિવ આવ્યો છે. તેમણે કહ્યું કે આ દવા સીધા વાયરસના પ્રભાવિત સેલ્સમાં જઇને જામી જાય છે અને વાયરસ સિંથેસિસ અને એનર્જી પ્રોડક્શનને રોકીને વાયરસને વધતા રોકે છે. આ દવાને સરળતાથી ઉત્પાદિત કરી શકાય છે. એટલે ખૂબ જ ઝડપથી આખા દેશમાં ઉપલબ્ધ કરી શકાશે.
Recent Comments