કોરોના સેન્ટરમાં ડૉક્ટરે મહિલા પાસે જાતીય સંબંધની માંગ કરતા હોબાળો
મહારાષ્ટ્રના ઐરંગાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. સરકારી કોરોના સેન્ટરમાં સારવાર માટે ગયેલી આ મહિલા પાસેથી ડૉક્ટરે જાતીય સંબંધની માંગ કરી હતી, ત્યારબાદ આ કેન્દ્રમાં ભારે હોબાળો મચ્યો હતો. આ કિસ્સામાં મહિલાના સબંધીઓએ મળીને હોસ્પિટલમાં ડૉક્ટર સાથે ઝપાઝપી કરી હતી. આ મામલો સામે આવ્યા બાદ ઐરંગાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય અધિકારી નીતા પડાલકરે ડૉક્ટરને સસ્પેન્ડ કરી દીધા છે. પદ્મપુરામાં ૨ દિવસ પહેલા મહિલાને કોરોનાની સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. કેન્દ્રમાં સારવાર કરી રહેલા ડૉક્ટરએ મહિલા પાસેથી તેનો નંબર લીધો હતો અને તેને વારંવાર ફોન કર્યો હતો અને શારીરિક સંબંધની માંગણી શરૂ કરી હતી.
મહિલાએ જણાવ્યું કે મંગળવારે રાત્રે ૨ વાગ્યે ડૉક્ટરે મહિલાને જાતીય સંબંધ બનાવવાની માંગ કરી હતી, સાથે જ મહિલાને છત પર લઈ જવા દબાણ કરવાની પણ કોશિશ કરી હતી. મહિલાએ વિરોધમાં અવાજ ઉઠાવ્યો, બાદમાં સમગ્ર કોવિડ સેન્ટરમાં હંગામો મચી ગયો હતો. ઘટનાની માહિતી મળ્યા બાદ કેન્દ્રમાં દાખલ થયેલા તમામ દર્દીઓ ગભરાઇ ગયા હતા. આ સમય દરમિયાન પીડિત મહિલા જાેરજાેરથી રડવા લાગી, તો કેન્દ્રના અન્ય સ્ટાફે તેનો બચાવ ક્યો. જ્યારે મહિલાના સબંધીઓને આ બનાવની જાણ થતાં હોસ્પિટલમાં પહોંચ્યા હતા.
અને આરોપી ડૉક્ટરને માર માર્યો હતો આશ્ચર્યજનક બાબત એ છે કે આ અંગે આજદિન સુધી સ્થાનિક પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી. ઔરંગાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અધિકારી નીતા પડાલકરે કહ્યું કે હાલના તબક્કે ડૉક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે,. હજી સુધી મહિલાએ પોતે આ મામલે કોઈ ફરિયાદ નોંધાવી નથી. તેથી આ મામલે કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી.
Recent Comments