રાષ્ટ્રીય

કોર્ટની અંદર જ બે મહિલા વકીલની છૂટા હાથે થઇ મારામારી, વીડીયો થયો વાઈરલ

સોશિયલ મીડિયા પર અવારનવાર એવા વીડિયો વાયરલ થતા રહે છે કે જેને જાેઈને ક્યારેક તમને  હસવું આવે તો ક્યારેક નવાઈ પમાડી દે. લડાઈ ઝઘડાના અનેક વીડિયો વાયરલ થતા રહે છે. ક્યારેક તો સ્થિતિ ગંભીર હોય છે. યુપીના કાસગંજથી આવો જ એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં બે મહિલા વકીલો વચ્ચે મારામારી થઈ. મામલો એ  હદે વધી ગયો કે એકબીજાને અધમૂઆ કરવા પર ઉતરી પડ્યા. લોકોએ તેમને છોડાવવાની ખુબ કોશિશ કરી પણ તેઓ લડતા જ રહ્યા. આ ઘટના કાસગંજની જિલ્લા કોર્ટની છે. મારપીટનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે. એવું કહેવાય છે કે અહીં બે મહિલા વકીલો પોતાના અસીલની પેરવી કરવા મામલે આપસમાં લડાઈ પર ઉતરી આવી અને એકબીજાને અધમૂઆ કરવા લાગ્યા. ત્યાં હાજર અન્ય વકીલોએ આ ઘટના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી.

પરસ્પર મારપીટ કરનારા આ મહિલા વકીલો કાસગંજના યોગિતા સક્સેના અને અલીગઢના સુનિતા કૌશિક છે. આ બંને વકીલો કાસંગજના પારુલ સક્સેના અને ચંદૌસીના રાહુલની પૈરવી કરવા માટે આવ્યા હતા. આ બધા વચ્ચે કોઈ મુદ્દે બંને મહિલા વકીલો વચ્ચે મામૂલી તુતુ મેમે થઈ ગઈ અને પછી તો વિવાદ વકર્યો અને મારપીટ પર ઉતરી આવ્યા. ત્યાં ઊભેલા વકીલોમાંથી કોઈએ આ ઘટનાનો વીડિયો બનાવી લીધો અને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. હાલ વકીલ યોગિતાની ફરિયાદ પર પોલીસે અલીગઢના મહિલા વકીલ સુનિતા કૌશિક અને રાહુલ તથા તેમના તમામ સાથીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ મારપીટનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.

Related Posts