અમદાવાદના ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી કોર્ટે ના મંજૂર કરી છે. પ્રજ્ઞેશ પટેલે ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં કરેલી જામીન અરજી ના મંજૂર થઈ છે. બંને પક્ષે દલીલો ગત સુનાવણીમાં પૂર્ણ થઈ હતી. સરકારી વકીલે ધારદાર દલીલ કરતા કહ્યું હતું કે જામીન મળશે તો સાક્ષીઓને હાની પહોંચવાની શકયતા છે. પ્રજ્ઞેશ પટેલ પર અન્ય ગુનાઓ પણ હોવાથી જામીન ના આપવા દલીલ કરી હતી. બચાવ પક્ષના વકીલે ગત સુનાવણીમાં દલીલમાં કહ્યું હતું કે પુત્રને બચાવવા માટે પિતાએ પોતાની ફરજ નિભાવી હતી.
કોર્ટે તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની જામીન અરજીના મંજૂર કરી

Recent Comments