કોર્ડેલિયા ક્રૂઝના નામે બનાવટી વેબસાઈટનો થયો પર્દાફાશ, કેટલાય લોકો સાથે થઇ છેતરપિંડી
સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટના જમાનામાં છેતરપિંડીની ઘટનાઓ સતત વધી રહી છે. હાલના સમયમાં ગમે ત્યારે કોઈ વેબસાઇટની ડુપ્લીકેટ વેબસાઇટ બનાવી લોકો સાથે છેતરપિંડી કરતી ઘટનાઓ સામે આવતી હોય છે. ઓનલાઇન સર્ચ કરવામાં સાચીની જગ્યાએ તેના જેવી નકલી વેબસાઇટ ઓપન થઈ જતી હોય છે અને લોકો છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. હવે એક લગ્ઝરી ક્રૂઝની નકલી વેબસાઇટનો પર્દાફાશ થયો છે. મુંબઈથી ગોવા વચ્ચે ચાલતી કોર્ડેલિયા ક્રૂઝના નામે બનાવટી વેબસાઇટનો પર્દાફાશ થયો છે. કોર્ડેલિયા ક્રૂઝના નામની ખોટી વેબસાઇટ બનાવવામાં આવી છે.
આ ક્રૂઝના નામે ઉઉઉ.ર્ઝ્રંઇડ્ઢઈન્ૈંછઝ્રઇેંજીઈજી.ર્ઝ્રંસ્ આ નકલી વેબસાઇટ બનાવી લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે. કંપની તરફથી ગ્રાહકોને આ વેબઆઇટથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. તમે પણ આ ક્રૂઝનું બુકિંગ કરાવો તો ધ્યાન રાખજાે. કોર્ડેલિયા ક્રૂઝ તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે કંપનીની ઓરિજનલ વેબસાઇટનું નામ ઉઉઉ.ર્ઝ્રંઇડ્ઢઈન્ૈંછઝ્રઇેંૈંજીઈજી.ર્ઝ્રંસ્ છે. આ વેબસાઇટ કંપનીની સત્તાવાર છે. એટલે કે ગ્રાહકો ઉઉઉ.ર્ઝ્રંઇડ્ઢઈન્ૈંછઝ્રઇેંૈંજીઈજી.ર્ઝ્રંસ્ પર મુલાકાત લઈને બુકિંગ કરાવી શકે છે.
Recent Comments