કોલકાતા રેપ-હત્યા કાંડમાં સુપ્રીમ કોર્ટે સંભળાવ્યો મોટો આદેશ
પશ્ચિમ બંગાળની રાજધાની કોલાકાતામાં ૯ ઓગષ્ટની રાત્રે ટ્રેની મહિલા તબીબ સાથે થયેલા જઘન્ય અત્યાચાર અને હત્યા બાદ સમગ્ર દેશમાં આક્રોષ ફેલાયો છે. આજે ૧૦ દિવસ બાદ પણ આ આક્રોષ શમવાનું નામ નથી લઈ રહ્યો અને સમગ્ર દેશમાં રેસિડેન્ટ્સ તબીબો તેમની સુરક્ષાની સતત માગ કરી રહ્યા છે. પીડિત મહિલા તબીબના પરિજનોને ન્યાય અપાવવા માટે સતત દેશભરના રેસિડેન્ટ્સ હડતાળ પાડી દેખાવ કરી રહ્યા અને આરોપીને સખતમાં સખત સજા આપવાની માગ કરી રહ્યા છે.
આ તમામ વચ્ચે ડૉક્ટર સાથે થયેલી બર્બરતાપૂર્ણ હત્યા મામલે સુપ્રીમ કોર્ટે જાતે સંજ્ઞાન લઈ સુનાવણી હાથ ધરી હતી. સુપ્રીમ કોર્ટે ઝ્રમ્ૈં પાસેથી ૨૨ ઓગસ્ટ સુધીમાં તપાસ રિપોર્ટ માગ્યો છે અને આગામી સુનાવણી ૨૩ ઓગસ્ટે મુકરર કરી છે. આ મામલે ચીફ જસ્ટીસ ડી.વાય. ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી ખંડપીઠે જાતે સંજ્ઞાન લીધુ અને આ કેસને લિસ્ટ કર્યો. સર્વોચ્ચ અદાલતની બેંચની સુનાવણીમાં ઝ્રત્નૈં સહિત જેસ્ટીસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા સામેલ છે. ઝ્રમ્ૈં તરફથી સુપ્રીમ કોર્ટમાં સોલિસિટર જનરલ તુષાર મહેતા હાજર થયા. તો બંગાળ ડૉક્ટર્સ યુનિયન સહિત અન્ય અરજીકર્તાઓના વકીલ હાજર રહ્યા હતા. સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યુ કે હું સુપ્રીમ કોર્ટની આ કેસમાં તમામ મદદ કરીશ.
ઝ્રત્નૈં એ કહ્યુ કે અમે આ કેસમાં ખુદ સંજ્ઞાન એટલે લીધુ છે કે આ માત્ર કોલકાતાનો પુરતો સિમિત કેસ નથી પરંતુ સમગ્ર દેશના તબીબોની સુરક્ષાનો મુદ્દો છે. ખાસ કરીને મહિલા ડૉક્ટર્સની સુરક્ષા અને અનેક કામના કલાકોનો મુદ્દો છે. નર્સિંગ સ્ટાફ, સહિત આ તમામ મુદ્દાઓ પર રાષ્ટ્રીય સહમતી બનવી જાેઈએ કે મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત થાય. તેમને બંધારણમાં સમાનતા મળે. આ માત્ર એટલા માટે નહીં કે રેપનો મુદ્દો છે. આ ઘણુ ચિંતાજનક છે અને પીડિતાનુ નામ સમગ્ર મીડિયામાં આવી ગયુ છે, તસ્વીરો બતાવવામાં આવી છે.
આ ચિંતાજનક છે. અગાઉનો સુપ્રીમ કોર્ટનો જ ચુકાદ છે કે રેપ પીડિતાનું નામ સુદ્ધા સાર્વજનિક ન કરવામાં આવે અને અહીં આ કેસમાં તો પીડિતાની તસ્વીરો સુદ્ધા જાહેર કરી દેવામાં આવી છે. ઝ્રત્નૈંએ પશ્ચિમ બંગાળ સરકાર વતી હાજર રહેલા કપિલ સિબ્બલને કેટલાક પ્રશ્નો પૂછ્યા. સિબ્બલે કહ્યું કે આ હત્યાનો મામલો છે. તેમણે કહ્યું કે હું તમામ તથ્યો સ્પષ્ટ કરીશ. ઝ્રત્નૈંએ કહ્યું કે હ્લૈંઇમાં હત્યા સ્પષ્ટ નથી થઈ રહી. સિબ્બલે કહ્યું ના, એવું નથી. ઝ્રત્નૈંએ કહ્યું કે આટલો ભયંકર અપરાધ થયો અને ક્રાઈમ સીનને સંરક્ષિત કેમ કરવામાં ન આવ્યો. જગ્યાને સુરક્ષિત સાચવવામાં કેમ ન આવી? પોલીસકરી શું રહી હતી?
ઝ્રત્નૈંએ પૂછ્યું કે મૃતદેહને અંતિમ સંસ્કાર માટે કયારે સમયે સોંપવામાં આવ્યો, જેના જવાબમાં કપિલ સિબ્બલે કહ્યું કે મૃતદેહ રાત્રે ૮ઃ૩૦ વાગ્યે સોંપવામાં આવ્યો હતો. ઝ્રત્નૈં પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે મૃતદેહ સોંપ્યાના ૩ કલાક બાદ હ્લૈંઇ નોંધવામાં આવી, આવું કેમ થયું? એસજીએ જણાવ્યું હતું કે સેક્સ્યુઅલ પર્વર્ટ સંપૂર્ણપણે પ્રાણી જેવું હતું અને પોલીસ નિષ્ફળ રહી છે. સીજેઆઈએ કહ્યું કે અમે સીબીઆઈ પાસેથી સ્ટેટસ રિપોર્ટ મંગાવીએ છીએ
અને એક રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સની રચના કરવી જાેઈએ, જે દેશભરના ડૉક્ટરોની સુરક્ષા અંગે પોતાના સૂચનો આપશે. અમે સમગ્ર મામલાની દેખરેખ રાખીશું. એસજીએ કહ્યું કે હું આ મામલાને રાજનીતિથી દૂર રાખવા માંગુ છું, જેથી રાજ્ય સરકાર ડિનાયલ મોડમાં ન રહે. સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ છે. બંગાળ સરકારનું પ્રતિનિધિત્વ કરતા કપિલ સિબ્બલે કહ્યું કે એસજીનું કહેવું છે કે તેઓ આ મામલાને રાજનીતિથી દૂર રાખવા માંગે છે અને પોતે આવી દલીલ આપી રહ્યા છે. એસજીને અનેક ગેરસમજાે છે. મીડિયામાં એવુ ઘણુ ફેલાયેલુ છે જેની સ્પષ્ટતા કરવાની જરૂર છે.
ઝ્રત્નૈંએ કહ્યું કે રાજ્યમાં આટલા બધા પ્રદર્શનો થઈ રહ્યા છે, ડૉક્ટર્સ, સિવિલ સોસાયટી, વકીલો તમામે આ મામલે ગુસ્સો વ્યક્ત કર્યો છે. અમે સિસ્ટમને વધુ સારી બનાવવા માંગીએ છીએ. સિબ્બલે કહ્યું કે કોલર બોન તૂટ્યું નથી. જાે કે, આ દરમિયાન, દિલ્હી મેડિકલ એસોસિએશને પણ એક અરજી દાખલ કરી હતી અને તેને સુઓમોટોમાં તેમને પણ પક્ષકાર બનાવવાની અપીલ કરી હતી, જ્યારે ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન (ફોર્ડા) એ તેના વકીલો દ્વારા સુપ્રીમ કોર્ટમાં સુઓમોટો પીઆઈએલમાં હસ્તક્ષેપ અરજી દાખલ કરી હતી. કર્યું છે.
આ મામલામાં કાયદાકીય અને રાજકીય હલચલ સાથે વિરોધ પણ યથાવત્ છે. કોલકાતામાં, પીડિતાના બાળપણના મિત્રએ કાળી રિબન બાંધીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે, જ્યારે કોલકાતાની મેડિકલ કોલેજના ડૉક્ટરોએ દિવાલ પર ચિત્રો દોરી પીડિતાના પરિવાર સાથે પોતાનો વિરોધ અને એકતા વ્યક્ત કરી છે. આ તરફ પશ્ચિમ બંગાળ સરકારે ઇય્ કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં કથિત નાણાકીય ગેરરીતિઓની તપાસ કરવા માટે ૈંઁજી ડૉ. પ્રણવ કુમારના નેતૃત્વમાં જીૈં્ની રચના કરી છે. ભૂતપૂર્વ પ્રિન્સિપાલ ડૉ. સંદીપ ઘોષ સામેના આક્ષેપો સામે આવ્યા બાદ તેની રચના કરવામાં આવી હતી. મુર્શિદાબાદ રેન્જના ડીઆઈજી વકાર રઝા, સીઆઈડી ડીઆઈજી સોમા દાસ મિત્રા અને કોલકાતા પોલીસના ડીસીપી ઈન્દિરા મુખર્જી પણ ટીમમાં સામેલ થશે.
Recent Comments