અમરેલી

કોલડા ગામે ગરીબ પરિવારોને રપ0 કિલો ખજુરનું વિતરણ થયું

ઉત્તરાયણ ના પાવન દિવસે લાયન્‍સ ક્‍લબ અમરેલી (મેઈન) અને ડ્રિસ્‍ટિક ટ્રેઝરર લાયન કાંતિભાઈ વઘાસીયાના સહયોગ થી કોલડા ગામે રપ0 કિલો ખજૂરનું 100 જેટલા પરીવારમાં વિતરણ કરવામાં આવ્‍યું.

આકાર્યક્રમમાં લાયન પ્રમુખ દિનેશભાઇ ભુવા સેક્રેટરી લાયન રાજેશભાઈ ઝાલાવાડિયા મહ લાયન દિનેશભાઈ હિરપરા મહ લાયન ભાવેશ નાકરાની મહ લાયન કૌશિક હપાણી વઘાસીયા પરીવારમાંથી છગનભાઈ વઘાસીયા કોલડા ગામના સરપંચ અને ઉપસરપંચ વગેરે હાજર રહ્યા હતા. કલબની યાદીમાં રાજુભાઈ પરીખ જણાવે છે.

Related Posts