ગુજરાત

કોલવડાની પરિણીતાને મરવા મજબૂર કરનાર ભૂવાને પોલીસે જેલ હવાલે કર્યો

કોલવડાની પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે શારીરિક સબંધ બાંધવામાં આવ્યા હતા. જેથી પરણિતાએ ભૂવા સાથે કાયમી રહેવાની ઇચ્છા વ્યસ્ત કરી હતી. પરંતુ ભુવાએ તેની સાથે રહેવાની ઇચ્છા પૂરી કરી ન હતી અને પરિણીતાને મરવા માટે મજબુર કરી દીધી હતી. જેમાં પરિણીતાએ તેના ઘરે જ પંખે દુપટ્ટો બાંધી જીવનલીલા સંકેલી લીધી હતી. આ બનાવમાં કોલવડાના ભુવા સામે ગુનો નોંધવામાં આવ્યા પછી એક દિવસના રિમાન્ડ ઉપર મોલવામાં આવ્યો હતો. રિમાન્ડ પુરા થતા સેન્ટ્રલ જેલ હવાલે કરી દેવામાં આવ્યો હતો. કોબા ગામની યુવતીને કોલવડા ગામમા પરણાવી હતી.

ત્યારબાદ પરિણીતાને જીવનમાં રહેલી સસ્યાઓથી મુક્તિ મેળવવા ભુવો પ્રવિણસિંહ ઠાકોરનો સંપર્ક થયો હતો. ત્યારબાદ બાધાઓ આપીને પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી હતી. ભુવો અવાર નવાર પરિણીતાને તેના ઘરેથી લઇ જતો હતો અને મુકી જતો હતો ગત ૨૨ ડિસેમ્બર ૨૨ના રોજ પરિણીતાએ ભુવા સાથે ફોન ઉપર વાત કરી હતી અને તેની સાથે રહેવાની જીદ કરી હતી અને તેના ઘરમાં જ પંખે દુપટ્ટો બાંધી જીવન લીલા સંકેલી લીધી હતી. આ કેસમાં મેલડી માતાજીના મંદિરના ભુવા પ્રવિણસિંહ ઠાકોરને સેક્ટર ૨૧ પોલીસે ઝડપી લીધો હતો અને ગાંધીનગર કોર્ટમાં રિમાન્ડ માટે લઇ ગયા હતા. જ્યાં બે દિવસના રિમાન્ડની માંગ સામે કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

જે પુરા થતા ભુવાને સેન્ટ્રલ જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. રિમાન્ડ દરમિયાન સામે આવ્યુ હતુ કે, બનાવના દિવસે ભુવો મહિલાના ઘરે ગયો હતો અને ફોન લઇને ભાગી ગયો હતો. જે ફોન તેની પાસેથી મળી આવ્યો હતો. જાેકે, તેમા પેર્ટન લોક હોવાથી પોલીસ દ્વારા એફએસએલમાં મોલવાની કામગીરી કરાઇ હતી. તે ઉપરાંત સામે આવ્યુ હતુ કે, બનાવ પછી ભુવો રાતના સમયે ગામમાં આવતો હતો અને દિવસે ભાગી જતો હતો. ભૂવાએ યુવતીને સાથે રાખવાનો ઇનકાર કરતાં તેણીએ ફાંસો ખાઇ લીધો હતો.

Related Posts