અમરેલી

કોલેજના ત્રણ લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ ફાળવવા માંગ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીને રજુઆત કરતા પ્રા.જે.એમ.તલાવીયા. કોરોના કાળથી વ્યવસ્થા ખોરવાઈ

અમરેલી કોલેજના ત્રણ લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ ફાળવવા માંગ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીને રજુઆત કરતા  પ્રા.જે.એમ.તલાવીયા.કોરોના કાળથી  વ્યવસ્થા ખોરવાઈ.રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કોલેજના પ્રથમ વર્ષમાં પ્રથમ વખત પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને માત્ર રૂ. ૧૦૦૦/- જેવી મામુલી કિંમતે છેલ્લા ઘણા વર્ષથી રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા  ટેબ્લેટ ફાળવવામાં આવે છે, પરંતુ કોરોના કાળ પછી આ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે, જે સ્વાભાવિક છે.  શૈક્ષણિક વર્ષ ૨૦૧૯ – ૨૦ ની પાછલી અસરથી કુલ ત્રણ વર્ષના ત્રણ લાખ ઉપરાંત  વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવાના બાકી છે. અગાઉ ૭૨,૦૦૦ વિદ્યાર્થીઓ પાસેથી ટોકન રકમ રૂ. ૧,૦૦૦/- લેવામાં આવી છે. આ વર્ષે કુલ ૫૦,૦૦૦ વિદ્યાર્થીઓ પાસેથી ટોકન રકમ રૂ. ૧,૦૦૦/- લેવામાં આવી છે.શૈક્ષણિક વર્ષ ૨૦૧૯ – ૨૦ મા પ્રથમ વર્ષમાં દાખલ થયેલ વિદ્યાર્થીઓ આ વર્ષે સ્નાતકની છેલ્લા  પરીક્ષા આપી ચુક્યા છે ત્યારે તમામ વિદ્યાર્થીઓને સત્વરે ટેબ્લેટ મળે તેવી વ્યવસ્થા ગોઠવવા શહેર અધ્યક્ષ એ.બી.વી.પી. –  અમરેલી, પ્રા.જે.એમ.તલાવીયાએ રણયના શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીને વિસ્તૃત પત્ર પાઠવી રજુઆત કરી છે. તેમણે આ અંગે શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા, શ્રી મનસુખભાઈ માંડવિયા અને શ્રી નારણભાઈ કાછડીયાને પણ અવગત કર્યા છે.

Follow Me:

Related Posts