કોલેજ ઈવેન્ટમાં એક્ટ્રેસ સાથે સ્ટુડન્ટે બધાની સામે શરમજનક કૃત્ય કર્યું
સાઉથની અભિનેત્રી અપર્ણા બાલામુરલી સાથે ગેરવર્તણૂકનો મામલો સામે આવ્યો છે. એક્ટ્રેસ સાથે કોલેજ ઈવેન્ટમાં એક સ્ટુડન્ટે બધાની સામે શરમજનક કૃત્ય કર્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના કેરળની લો કોલેજમાં ઈવેન્ટ દરમિયાન બની હતી. અપર્ણા બાલામુરલી તેની નવી ફિલ્મ થેંકમના પ્રમોશન માટે લો કોલેજ પહોંચી હતી. આ પ્રોગ્રામમાં હાજરી આપવા માટે અપર્ણાની સાથે વિનીત શ્રીનિવાસન પણ હાજર હતા. ફિલ્મનના પ્રમોશન માટે આવેલ અભિનેત્રી અપર્ણા ખુરશી પર બેઠી હતી. ત્યારે જ એક વિદ્યાર્થી તેમનું સ્વાગત કરવા સ્ટેજ પર આવ્યો હતો. તેણે અપર્ણા સાથે હાથ મિલાવ્યો પરંતુ આ વિદ્યાર્થી અહિં અટક્યો નહીં. તેણે અપર્ણાને ખેંચીને ખુરશી પરથી ઉભી કરી અને અપર્ણાના ખભા પર હાથ મૂકવાનો પ્રયત્ન કર્યો હતો.
તે તેની પીઠ થપથપાવવા પણ લાગ્યો હતો. બીજી અપર્ણાને વિદ્યાર્થીની આ હરકત ગમી નહીં, તેણે તેનાથી દૂર જવાનો પ્રયાસ કર્યો હતો. અપર્ણાની આ સ્થિતિ જાેઈને સૌ કોઈ ચોંકી ઉઠે છે. ભૂલ સમજાતા તરત જ વિદ્યાર્થીએ હાથ જાેડીને તેને સોરી કહ્યું હતું. આ અસમંજસની સ્થિતિમાં પણ અપર્ણાએ શાંતિ જાળવી રાખી હતી કારણ કે કોલેજના અન્ય વિદ્યાર્થીઓ ઉત્સાહિત હતા અને તેને ચિયર-અપ કરી રહ્યાં હતા, પરંતુ તેને સ્ટેજ પર વિદ્યાર્થીને ડિસ્ટન્સ જાળવવા માટે વારંવાર ચેતવણી આપતી પણ જાેવા મળી હતી. કોલેજના સત્તાધીશોથી લઈને અન્ય ઘણા લોકો સ્ટેજ પર બેઠા હતા પરંતુ અપર્ણા સાથેની વિદ્યાર્થીનીના આ ગેરવર્તન સામે કોઈએ વાંધો વ્યક્ત કર્યો નથી.
સોશિયલ મીડિયા પર યુઝર્સ એક્ટ્રેસ અપર્ણા બાલામુરલીના સમર્થનમાં સામે આવ્યા છે અને ટ્વીટ કરીને વિદ્યાર્થીના આ કૃત્ય પર નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે. ઘણા લોકોએ ટિ્વટ કરીને કહ્યું કે, આ કઈ રીત છે કોઈને સ્પર્શ કરવાની ? વિદ્યાર્થીને એક મહિલા અને તે પણ અભિનેત્રી સાથે કઈ રીતે મેનર્સ સાથે રહેવું તેનું પણ ભાન નથી. અહેવાલો અનુસાર, અપર્ણા તેની આગામી ફિલ્મ ‘થેંકમ’ના પ્રમોશન માટે કેરળની કોલેજની મુલાકાત લીધી હતી. તેણીની સાથે કો-સ્ટાર વિનીત શ્રીનિવાસન તેમજ ફિલ્મની ટીમના અન્ય સભ્યો પણ હતા. ટિ્વટર પર યુઝર્સ ‘ થેંન્કમ’ ટીમની નિંદા કરી રહ્યાં છે કારણકે તેમણે પણ આ ઘટના પ્રત્યે આંખ આડા કાન કર્યા હતા. વિનીતે પણ આ ઘટના હસવામાં કાઢી નાખતા લોકોએ રોષ ઠાલવ્યો છે. થેંકમ ફિલ્મનું નિર્દેશન સાહીદ અરાફાતે કર્યું છે.
આ ફિલ્મમાં અપર્ણા બાલામુરલી, વિનીત શ્રીનિવાસન ઉપરાંત ગિરીશ કુલકર્ણી અને બિજુ મેનન જેવા સ્ટાર્સ જાેવા મળશે. ફહાદ ફાસીલ આ ફિલ્મના કો-પ્રોડ્યુસર છે. ફિલ્મનો મોટાભાગનો ભાગ તમિલનાડુમાં શૂટ કરવામાં આવ્યો છે. ‘થેંન્કમ’ ૨૬ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ સિનેમાઘરોમાં આવશે. નોંધનીય છે કે, અપર્ણાએ સુરૈયાની ‘ર્જીર્ટ્ઠિટ્ઠિૈ ર્ઁંંિે’માં તેની ભૂમિકાથી પ્રસિદ્ધિ મેળવી હતી. આ ફિલ્મ માટે તેણીને અનેક પુરસ્કારો અને પ્રશંસા પણ મળી હતી. મુખ્યત્વે મલયાલમ સિનેમામાં કામ કરતી અપર્ણા ‘ સ્ટ્ઠરીજરૈહંી ઁટ્ઠિંરૈાટ્ઠટ્ઠટ્ઠિદ્બ’ , ‘જીેહઙ્ઘટ્ઠઅ ૐર્ઙ્મૈઙ્ઘટ્ઠઅ’ અને ‘દ્ભટ્ઠટ્ઠॅટ્ઠ’ સહિતની કેટલીક જાણીતી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે.
Recent Comments