કોળિયાક નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ભાદરવી અમાસના મેળામાંચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પ્રવિત્ર સ્નાન માટે ભાવિકો આવી પહોચ્યા
ભાવનગર જિલ્લાનાં કોળીયાક ગામ ખાતે નિષ્કલંક મહાદેવનાં સાનિધ્યમાં ભાદરવી અમાસનો મેળો યોજાઇ રહ્યો છે ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભાવિકો આસ્થાભેર ભાદરવી અમાસમાં પવિત્ર સ્નાન માટે આવી રહ્યા છે.
જિલ્લા વહિવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા પણ ફરજ પર મુકાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ૨૪ કલાક મેળા દરમ્યાન ફરજ બજાવી રહ્યાં છે. આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ, ફાયર વિભાગ, પી.જી.વી.સી.એલ., પાણી પુરવઠા વિભાગ સહિતના વિભાગો ફરજ પર તૈનાત કરી દેવામાં આવેલ છે.
ભાવનગર સ્ટેટ રાજવી પરીવાર દ્વારા પારંપરીક ધ્વજારોહણ અને પુજા વિધિ કર્યાબાદ મેળામાં દર્શનાર્થીઓને દરીયામાં આવેલ નિષ્કલંક મહાદેવનાં દર્શન માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. ભાવિકિ ઉત્સાહ અને આનંદભેર મેળામાં જોડાઇ રહ્યાં છે.
Recent Comments