ભાવનગર

કોળીયાક નિષ્કલંક મહાદેવના મેળામાં આવતા વાહનોને પ્રવેશબંધી કરવા માટે જાહેરનામું બહાર પડાયું

આગામી તા.૦૧,૦૨/૦૯/૨૦૨૪ નાં રોજ ભાદરવી અમાસ નિમિતે ભાવનગર જિલ્લાનાં કોળીયાક ગામ પાસે આવેલ દરીયા કિનારે નિષ્કલંક મહાદેવ મંદિર ખાતે મેળો યોજાય છે. આ મેળામાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ વાહન દ્વારા આવતા હોય છે અને આ સ્થળે જવાનો રોડ ઘણો સાંકડો હોય, જેથી આ મેળા દરમ્યાન ટ્રાફિકનિયમન જળવાઈ રહે અને વાહન વ્યવહાર સ્થગિત ન થાય તેમજ અકસ્માતો નિવારી શકાય તે માટે ટ્રાફિક નિયમન કરવા કોળીયાક નિષ્કલંક મહાદેવનાં મેળામાં આવતા વાહનોને પ્રવેશબંધી કરવા માટે જાહેરનામું પ્રસિધ્ધ કરવા પોલીસ અધિક્ષકશ્રી, ભાવનગરનાં પત્રથી દરખાસ્ત રજુ થયેલ છે. જે દરખાસ્ત મુજબનું જાહેરનામું બહાર પાડવું ઉચિત જણાતા ગુજરાત પોલીસ અધિનિયમ -૧૯૫૧ ની કલમ -૩૩(૧)(બી) હેઠળ મળેલ અધિકારની રૂઈએ અધિકજિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા આ મેળા દરમિયાન રસ્તાને તા.૦૧/૦૯/૨૦૨૪ થી તા.૦૨/૦૯/૨૦૨૪ સુધી બે દિવસ માટે ટ્રાફિક નિયમન સારૂ હુકમ કરેલ છે. આ જાહેરનામું તમામ પ્રકારનાં વાહનોને પણ લાગુ પડશે.

૧) મેળામાં સરકારી ફરજ પર ન હોય તેવા ભાવનગર તરફથી આવતા તમામ ખાનગી વાહનો ઘોઘા આડી સડકથી કોળીયાક તરફ આગળ જવા પર તેમજ અલંગ તરફથી આવતા વાહનો કોળીયાક છોટાલા હાઈસ્કુલથી આગળ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે.
2) મેળામાં સરકારી ફરજ પર હોય તેવા તમામ વાહનોએસબંધિત કચેરીનાં અધિકારીશ્રીનો પત્ર પોલીસ અધિક્ષકની કચેરી (એલ.આઈ.બી. શાખા) માં આપી કાર પાસ (વાહન પ્રવેશ પાસ) તા.૩૦/૦૮/૨૦૨૪ નાં મુદ્દામથી મેળવી લેવાના રહેશે. આ જાહેરનામાનો ભંગ ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ -૧૯૫૧ મુજબ શિક્ષા થશે. જાહેરનામાનો અમલ અને તેનાં ભંગ બદલનાં પગલા લેવા માટે હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા ફરજ પરના અધિકારીશ્રીને અધિકાર રહેશે.આ જાહેરનામાં અન્વયે જાહેર સેવા તંત્ર સાથે સંકળાયેલા અને ફરજ પરનાં વાહનોને આ જાહેરનામામાંથી મુકિત આપવામાં આવે છે.

Related Posts