fbpx
ગુજરાત

કોળી સમાજના તમામ હોદ્દા પરથી કુંવરજી બાવળીયાને હટાવવામાં આવ્યા, જાણો પૂર્વ મંત્રીએ આ વલણ બાદ શું કહ્યું

પૂર્વ કેબિનેટ મંત્રી અને બીજેપીના ધારાસભ્ય એવા કુંવરજી બાવળીયાને  અખિલ ભારતીય કોળી સમાજના તમાામ હોદ્દાઓ પરથી દૂર કરતો ઠરાવ કરવામાં આવ્યો છે. સુરતમાં કોળી સમાજના સુવર્ણ જયંતિ મહોત્સવમાં યોજાયેલી બેઠક બાદ કુંવરજી બાવળીયાની ગેરહાજર અને નારાજગી બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.


બેઠકમાં હાજર આગેવાનોએ કહ્યું કે, કુંવરજી નવા પ્રમુખની વરણી થઈ ગઈ છતાં પણ બેનરનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે તેવું તેમના આગેવાનોનું કહેવું છે. તેમને એવું પણ કહ્યું હતું કે, કુંવરજી બાવળીયા કોળી સમાજના પ્રમુખ તરીકેની વાત વહેતી કરી છે. જેથી તેમને જ વાત વહેતી કરીને વિવાદ સર્જ્યો છે. 
ત્યારે કુંવરજીએ કહ્યું હતું કે, આ બોડી જ ગેરકાયદેસર છે. હાલના પ્રમુખ પણ બિન કાયદેસર રીતે પ્રમુખ બન્યા છે. તેમને મને સસ્પેન્ડ કરવાની કોઈ સત્તા જ નથી. મને સમાજે બેસાડ્યો છે અને હું સમાજનો નેતા છું. હું સમાજને સાથે રાખીને આગળ ચાલું છું માટે આ વાત સમાજ નક્કી કરશે તેમ કુંવરજીએ પ્રતિક્રીયા આપી હતી.
 
અગાઉ સુરતની અંદર યોજાએલી બેઠકમાં કુંવરજી બાવળીયા હાજર રહી શક્યા નહોતા એવી પણ ચર્ચા હતી કે, કુંવરજી બાવળિયા અને અજીત કોન્ટ્રાક્ટર વચ્ચે મનદુઃખ થયું છે. ચંદ્રવદન પીઠાવાલા પણ અજીત કોન્ટ્રાક્ટરથી નારાજ છે તેવી વાત મળી હતી. સુરતમાં કોળી સમાજના સુવર્ણ જયંતિ મહોત્સવ પહેલા જ વિવાદ સામે આવ્યો હતા પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયા મહોત્સવમાં નહોતા ગયા, પૂર્વ મંત્રી અને કોળી સમાજના અગ્રણી કુવરજી બાવળીયા ની ગેરહાજર હતા.

Follow Me:

Related Posts