રાષ્ટ્રીય

કોવિડ એક્ટિવ કેસમાં ૬૩ ટકાનો વધારો થયો, શું છે H3N2 વાયરસ, જાણો શું છે લક્ષણો

કોરોના સંપૂર્ણ રીતે ખતમ થઈ ગયો છે, તેવું જાે તમે વિચારી રહ્યા છો તો તમે ખોટા.. હાલ દેશમાં કોરોના વાયરસે ફરી એકવાર જાેર પકડ્યું છે. ભારતમાં એક દિવસમાં કોરોના વાયરસના ૩૭૯ નવા કેસ નોંધાયા છે. આ પછી, હવે દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને ૪,૪૬,૮૯,૦૭૨ થઈ ગઈ છે. અને હાલમાં ૩૧૭૭ દર્દીઓ સારવાર હેઠળ છે. એટલું જ નહીં, ૐ૩દ્ગ૨ ઈન્ફ્લુએન્ઝા વાયરસ કે જેને હોંગકોંગ ફ્લૂ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેના કેસ પણ ઝડપથી વધવા લાગ્યા છે. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે, ઘણા દર્દીઓ ગળામાં દુખાવો, ઉધરસ અને શરદીની ફરિયાદો સાથે આવી રહ્યા છે.

સમાચાર એજન્સી દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ જાે તમને જણાવીએ તો, છેલ્લા ૩ અઠવાડિયાથી દેશમાં કોરોનાના કેસોમાં અચાનક વધારો થયો છે. ૨૭ ફેબ્રુઆરીથી ૫ માર્ચની વચ્ચે દેશમાં કોરોનાના ૧૮૯૮ નવા કેસ મળી આવ્યા હતા, જેનો અર્થ છે કે, ગત સપ્તાહની સરખામણીમાં કોરોનાના કેસોમાં ૬૩ ટકાનો વધારો થયો છે. એક રિપોર્ટ અનુસાર, ૨૦ થી ૨૬ ફેબ્રુઆરી વચ્ચે દેશમાં કોરોના સંક્રમણના ૧૧૬૩ કેસ નોંધાયા હતા, જે પાછલા સપ્તાહના આંકડા કરતા ૩૯ ટકા વધુ હતા. તે જ સમયે, ૧૩ થી ૧૯ ફેબ્રુઆરી વચ્ચે કોરોનાના ૮૩૯ કેસ નોંધાયા હતા, જે પાછલા અઠવાડિયા કરતા ૧૩ ટકા વધુ હતા.

હાલમાં, કોરોનાના ઘણા કેસ નથી, પરંતુ સક્રિય કેસોમાં ઝડપથી વધારો ચિંતાનું કારણ બની શકે છે. સમાચાર એજન્સી દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ જાે તમને જણાવીએ તો, છેલ્લા ૫ અઠવાડિયાથી કોરોનાના કેસ વધી રહ્યા છે. જાેકે, છેલ્લા બે સપ્તાહમાં થોડો વધારો જાેવા મળ્યો છે. તમને જણાવી દઈએ કે, છેલ્લી વખત જ્યારે કોરોનાનો કહેર હતો ત્યારે લગભગ ૧.૪ લાખ કેસ નોંધાયા હતા. ત્યાર બાદ, એક્ટીવ કેસોમાં ધીમે ધીમે ઘટાડો થયો.

૨૩ થી ૨૯ જાન્યુઆરી વચ્ચે સાપ્તાહિક કેસ સૌથી નીચા સ્તરે હતા. તે જ સમયે, ૨૭ માર્ચથી ૫ માર્ચની વચ્ચે, દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા હતા. ગયા અઠવાડિયે, કેરળમાં ૪૧૦ કેસ નોંધાયા હતા, જ્યારે મહારાષ્ટ્રમાં ૨૮૭ કેસ નોંધાયા હતા. જાણો ક્યાં છે કોરોનાના સૌથી વધુ સક્રિય કેસ?.. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર બુધવારે દેશમાં કોરોનાના ૩૨૬ કેસ નોંધાયા છે. આ સાથે ૬૭ દિવસ બાદ એક્ટિવ કેસની સંખ્યા વધીને ૩ હજારથી વધુ થઈ ગઈ છે. હવે દેશમાં કોરોનાના કારણે મૃત્યુઆંક ૫ લાખને વટાવી ગયો છે.

તે જ સમયે, કોરોનાના સક્રિય કેસ વધીને ૪.૪૬ કરોડ થઈ ગયા છે. તે જ સમયે, કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં અડધાથી વધુ કોરોના કેસ નોંધાયા છે. કેરળમાં સૌથી વધુ ૧૪૭૪ સક્રિય કેસ, કર્ણાટકમાં ૪૪૫ અને મહારાષ્ટ્રમાં ૩૭૯ કેસ છે. શું ૐ૩દ્ગ૨ વાયરસ કોરોનાના કેસ વધવાનું કારણ છે?.. તે જાણો.. દેશમાં કોરોનાની સાથે ૐ૩દ્ગ૨ વાયરસના કેસ પણ વધવા લાગ્યા છે.

આ પછી, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે દેશના ટોચના આરોગ્ય નિષ્ણાતો સાથે ૐ૩દ્ગ૨ ઈન્ફલ્યુએન્ઝાના વધતા કેસ વિશે ચર્ચા કરી. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે, તમામ વાયરલ તાવના કેસોમાં સમાન લક્ષણો હોય છે. દર્દીઓ શરદી, ઉધરસ, તાવ, શરીર અને માથાનો દુખાવોની ફરિયાદ કરી શકે છે. નિષ્ણાતો કહે છે કે, હાલમાં ૐ૩દ્ગ૨ ઈન્ફલ્યુએન્ઝા અને કોરોના વાયરસ વચ્ચે તફાવત કરવો મુશ્કેલ છે, કારણ કે બંનેના લક્ષણો સમાન છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, હાલમાં લોકોને ૐ૩દ્ગ૨ વાયરસનો ચેપ લાગી રહ્યો છે, જાેકે, આ અંગે ડોક્ટર્સનું કહેવું છે કે, કોરોનાના સમયગાળા દરમિયાન લોકો ઘરની બહાર નીકળ્યા ન હતા, પરંતુ હવે સ્થિતિ સામાન્ય થઈ રહી છે. આવી સ્થિતિમાં ઈન્ફલ્યુએન્ઝાના કેસ પણવ વાયુ વેગે વધી રહ્યા છે.

Related Posts