અમરેલી

કોવિડ હેલ્થ સેન્ટરની મુલાકાત લેતા પ્રદેશ મંત્રી મહેશભાઈ કસવાલા અને સાંસદ નારણભાઈ કાછડીયા.

કે.કે.મહેતા સીવીલ હોસ્પિટલ–સાવરકુંડલા ખાતે કાયૅરત ડેજીગ્નેટ કોવિડ હેલ્થ સેન્ટરની પ્રદેશ ભાજપ મંત્રી–વ–પ્રવકતા મહેશભાઈ કસવાલા અને સાંસદ નારણભાઈ કાછડીયાએ આજ રોજ રૂબરૂ મુલાકાત લીધેલ હતી. આ મુલાકાત દરમ્યાન અગ્રણીઓએ કોરોનાના દદીૅઓની થઈ રહેલ સારવાર,
હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ, સફાઈ કામગીરી વિગેરે બાબતે જાત તપાસ કરી માહિતી મેળવેલ હતી અને ફરજ પરના મેડીકલ ઓફીસર અને સ્ટાફ સાથે હાલની પરિસ્થિતિ અંગે
ચચૉઓ કરેલ હતી. સાથોસાથ દદીૅઓ સાથે આવેલ સહાયક/સબંધીઓ માટે ઉભી કરવામાં આવેલ છાવણીની પણ રૂબરૂ મુલાકાત કરી તેમના ખબર અંતર પુછી હોસ્પિટલ બાબતે જે કાંઈ રજૂઆત કે ફરીયાદ હોય તે જણાવવા કહેલ હતુ. સાવરકુંડલા સીવીલ હોસ્પિટલમાં હાલ ૬૦ બેડની સુવિધા ઉપલબ્ધ છે અનેછેલ્લી સ્થિતિએ પ૮ બેડ દદીૅઓથી ભરાયેલ છે.
ઉપરાંત ફરજ પરના મેડીકલ ઓફીસર અને સ્ટાફને પણ હોસ્પિટલ ખાતે જે કાંઈ સાધન સામગ્રી/સુવિધાઓની જરૂરીયાત હોઈ તે કહેવા જણાવેલ હતુ. જેથી સરકાર તરફથી જે
કાંઈ કરવાનું થશે તે અસરકારક રીતે સરકાર સુધી પહોંચાડી ઘટતુ કરવામાં આવશે તેવી આ બંને જવાબદાર અગ્રણીઓએ ખાત્રી આપેલ હતી. આ મુલાકાત દરમ્યાન તેમની સાથે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન પુનાભાઈ ગજેરા, એ.પી.એમ.સી. ચેરમેન દીપકભાઈ માલાણી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શરદભાઈ પંડયા, નગર પાલીકા સભ્ય કિશોરભાઈ બુહા, ભાજપ અગ્રણીઓ પ્રવિણભાઈ સાવજ, રાજુભાઈ નાગ્રેચા, હેમાંગભાઈ ગઢીયા અને લલીતભાઈ બાળધા સહીતના
આગેવાનો ઉપસ્થિત રહયા હતા.

Related Posts