હાલમાં વિશ્વમાં અને દેશમાં પ્રવર્તિ રહેલાં કોવિડ-૧૯ના રોગચાળાને કાબૂમાં લેવા માટે રાષ્ટ્ર અને રાજ્યકક્ષાએ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. દેશમાં અને રાજ્યમાં કોવિડ-૧૯નાં કેસોમાં નોંધપાત્ર વધારો થયો હોય જેને ધ્યાનમાં લેતા જિલ્લામાં કોવિડ-૧૯ના કેસમાં વધારો ન થાય તેના અગમચેતીના ભાગરુપે તથા દર્દીઓને સમયસર સારવાર ઉપલ્ધ કરી શકાય તે હેતુથી આગોતરાં આયોજનના ભાગરુપે કોવિડ-૧૯ના રોગચાળાને અટકાવવા નિવાસી અધિક કલેક્ટરશ્રી દ્વારા સૂચના આપવામાં આવી છે.
આરોગ્ય તંત્રને ટેસ્ટ-ટ્રેક-ટ્રીટમેન્ટ-વેક્સીનેશન અંગે જરુરી સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત હાઉસ-ટુ-હાઉસ સર્વેન્લસ અને ટેસ્ટીંગનું પ્રમાણ વધારવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત કન્ટેઈનમેન્ટ ઝોન નક્કી કરવા માટે તેમજ કોવિડ-૧૯ના પોઝિટીવ કેસના સંપર્કમાં આવેલા દર્દીઓનું ટેસ્ટીંગ કરવાની સૂચના આપવામાં આવી છે. કોવિડ-૧૯ના દર્દીઓને જરુરિયાત મુજબ હોમ અથવા હૉસ્પિટલ આઈશોલેશનમાં રાખવા. આ ઉપરાંત દવાઓ, બેડ, પીએસએ ઑક્સિજન પ્લાન્ટ, લિક્વીડ ઑક્સિજન, ઓક્સીજન કોન્સન્ટ્રેટર, વેન્ટીલેટર મશીન, વગરે સાધન સામગ્રી જિલ્લામાં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરવાની સૂચના આપવામાં આવી છે.
કોવિડ-૧૯ના સંક્રમણથી બચવા માટે નાગરિકોએ માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, લોકોએ ગમે ત્યાં થૂંકવું નહીં અને વારંવાર સાબુથી હાથ ધોવા. આ તમામ બાબતોની અમલવારથી કોવિડ-૧૯ના સંક્રમણને અટકાવી શકાય છે, તેમ નિવાસી અધિક કલેક્ટરશ્રી અને અમરેલી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Recent Comments