fbpx
રાષ્ટ્રીય

કોવિડ-૧૯ અંગે દિલ્હીમાં સમીક્ષા બેઠક મળીઆરોગ્ય એ રાજકારણનું ક્ષેત્ર નથી,‘હું રાજ્યોને કેન્દ્ર તરફથી તમામ સમર્થનની ખાતરી આપું છું : મનસુખ માંડવીયા

ઈન્ફલ્યુએન્ઝા અને ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ જેવા શ્વસન સંબંધી બીમારીઓને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય પ્રધાનો સાથે આરોગ્ય સુવિધાઓ અને સેવાઓની તૈયારી અંગે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. આગામી દિવસોમાં લાંબી રજાઓ, નાતાલ અને નવા વર્ષની રજાઓ આવશે. આ સંદર્ભમાં કેટલાક પ્રોટોકોલ ધ્યાનમાં લેવાનું શક્ય છે. ઉૐર્ં એ નવા વેરિયન્ટને વેરિયન્ટ ઓફ ઈન્ટરેસ્ટ ગણાવ્યો છે.

જેનો અર્થ એ છે કે તે ગંભીર થવાની સંભાવના ઓછી છે પરંતુ ફેલાઈ શકે છે, તેથી વ્યક્તિએ સાવચેત રહેવું જાેઈએ. કોવિડ-૧૯ અંગેની સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કહ્યું, ‘આ સમય એકબીજા સાથે મળીને કામ કરવાનો છે. સમગ્ર સરકારી અભિગમ સાથે મળીને કામ કરવાનો પણ આ સમય છે. આપણે સતર્ક રહેવાની જરૂર છે, પરંતુ ગભરાવાની જરૂર નથી. તેમણે કહ્યું કે હોસ્પિટલની તૈયારી, દેખરેખમાં વધારો અને લોકો સાથે અસરકારક સંચાર માટે મોક ડ્રીલ સાથે તૈયાર રહેવું મહત્ત્વપૂર્ણ છે. દરેક હોસ્પિટલોમાં દર ત્રણ મહિનામાં એકવાર મોક ડ્રીલ હાથ ધરવી જાેઈએ. તેમણે કહ્યું, ‘હું રાજ્યોને કેન્દ્ર તરફથી તમામ સમર્થનની ખાતરી આપું છું.

આરોગ્ય એ રાજકારણનું ક્ષેત્ર નથી.. આ બેઠકમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ અને અધિકારીઓ સહિત ઘણા લોકોએ ભાગ લીધો હતો. આ દરમિયાન, આરોગ્ય સુવિધાઓ અને સજ્જતા તેમજ સંક્રમણ અટકાવવાનાં પગલાંની ચર્ચા કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, આ મીટિંગમાં ૈંઝ્રસ્ઇ ડાયરેક્ટર ડૉ. રાજીવ બહલ, નીતિ આયોગના સભ્ય ડૉ. ફદ્ભ પોલ અને ૈંઝ્રસ્ઇના ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ ડૉ. સૌમ્યા સ્વામીનાથને પણ ભાગ લીધો હતો. મંગળવારે અપડેટ કરાયેલ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, ભારતમાં સોમવારે ૨૮૮ નવા કોરોના કેસ નોંધાયા હતા, જ્યારે સક્રિય કેસ વધીને ૧,૯૭૦ થઈ ગયા હતા.

અત્યાર સુધીમાં મૃત્યુઆંક ૫,૩૩,૩૧૮ નોંધાયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ અનુસાર, આ રોગમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને ૪,૪૪,૭૦,૦૭૬ થઈ ગઈ છે અને રિકવરી દર ૯૮.૮૧ ટકા છે. કેસમાં મૃત્યુદર ૧.૧૯ ટકા છે. મંત્રાલયની વેબસાઇટ અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં કોવિડ રસીના ૨૨૦.૬૭ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. ગુજરાતમાં કોરોનાના બે કેસ મળી આવ્યા છે. ગઇકાલે ગાંધીનગરમાં દક્ષિણ ભારતથી મુસાફરી કરીને આવેલા બે લોકોમાં કોરોનાનાં લક્ષણ મળી આવ્યાં છે. આ બંને લોકોને હાલ હોમ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. જાે કે જાન્યુઆરી મહિનામાં ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત યોજાવા જઇ રહ્યો છે. ૩૦થી વધુ પાર્ટનર કંટ્રીઝ તેમાં ભાગ લેવાના છે. ત્યારે હવે ભારતમાં કોરોનાના કેસ આવ્યા બાદ અને ઇનફ્લ્યુએન્જાના કેસ સહિતના કેસમાં તંત્રની કેવા પ્રકારની તૈયારી છે,

તે અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.. કોવિડના કેસમાં વધારો વચ્ચે, દિલ્હીમાં ડોક્ટરોએ લોકોને સાવચેતી રાખવા જણાવ્યું છે. તહેવારોની મોસમ પહેલાં દેશમાં કોવિડ-૧૯ના કેસોમાં તાજેતરના ઉછાળા વચ્ચે, દિલ્હી, કેરળ અને તમિલનાડુના ડોક્ટરોએ લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી છે. આ સાથે ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવા અને હેલ્ધી ડાયટ ખાવાની સલાહ આપવામાં આવી છે. લોકોને ક્રિસમસ અને નવા વર્ષ પર ભીડને લઈને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે. ભારતનો પ્રથમ ત્નદ્ગ.૧ કેસ ૮ ડિસેમ્બરે કેરળમાં હળવાં લક્ષણો ધરાવતી ૭૯ વર્ષીય મહિલા પાસેથી લેવામાં આવેલા નમૂનામાં મળી આવ્યો હતો.

અગાઉ, તમિલનાડુના તિરુચિરાપલ્લી જિલ્લાનો એક પ્રવાસી ત્નદ્ગ.૧ વેરિયન્ટથી સંક્રમિત જાેવા મળ્યો હતો. સરકારે સોમવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને શ્વસન રોગના કેસોમાં વધારો અને દેશમાં કોરોના વાઇરસના ત્નદ્ગ.૧ પ્રકારની શોધ વચ્ચે સતત દેખરેખ રાખવા જણાવ્યું હતું. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા તમામ રાજ્યો સાથે આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક કરશે. તેમાં તમામ રાજ્યના આરોગ્ય મંત્રી,સચિવ, મેડિકલ ઓફિસર હાજર રહેવાના છે. તેમાં મુખ્ય મુદ્દો વેન્ટિલેટર, દવાઓ, વેક્સિન, ઓક્સિજનની વ્યવસ્થા સહિતની તૈયારીઓનો હશે. તો વિદેશથી આવતા લોકોની કોવિડ હીસ્ટ્રી કોરોના ટેસ્ટથી જ થઇ શકશે. આ તમામ બાબતની તૈયારીઓ પર બેઠકમાં ભાર મૂકવામાં આવશે.

Follow Me:

Related Posts