કોવિશિલ્ડને બ્રિટને માન્ય રાખ્યું પરંતુ હજુ અન્ય દેશોની યાદીમાંથી ભારત બાકાત
યુકેના અધિકારીઓએ આ સાથે સ્પષ્ટ સંકેત આપી દીધો હતો કે બ્રિટનની મુલાકાતે આવનારા ભારતીયોને રસી નહી લીધેલા મુસાફરો માટે લાગુ પડતાં તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે, અર્થાત ઇંગ્લેન્ડના આગમન બાદ ભારતીયોને ફરજિયાપણે પોતાની જાતને ૧૦ દિવસ સુધી કોરન્ટાઇન કરી લેવી પડશે.આગામી ૪ ઓક્ટોબરથી અમલમાં આવી રહેલી ટ્રાવેલ એડવાઇઝરી ભારતીય માટે ખુબ જ મૂંઝવણયુક્ત છે જેમાં ફક્ત એમ જ કહેવાયું છે કે બ્રિટન સરકાર દ્વારા જે વેક્સીનને માન્ય રાખવામાં આવી છે તેમાં એસ્ટ્રાઝેનેકા, કોવિશિલ્ડ, એસ્ટ્રાઝેનેકા વેક્સઝેવરિયા અને મોડર્નાની ટાકેડા રસીનો સમાવેશ કરાયો છે.પોતાના દેશ માટે માન્ય વેક્સીનની યોદીમાં કોવિશિલ્ડ અને એસ્ટ્રાઝેનેકાનો સમાવેશ કરવા બ્રિટન સરકારે બુધવારે નવેસરથી ઇન્ટરનેશનલ ટ્રાવેલ એડવાઇઝરી બહાર પાડી હતી, અર્થાત બ્રિટનની મુલાકાતે જનારા ભારતીયોએ જાે કોવિશિલ્ડનીવ રસી લીધી હશે તો તે માન્ય રહેશે
પરંતુ બ્રિટનના એરપોર્ટ ઉપર ઉતર્યા બાદ ૧૦ દિવસ સુધી કોરન્ટાઇન રહેવાના તેના જૂના નિયમને હજુ પણ યથાવત રાખ્યો હતો, ેટલે કે ભારતીયોએ કોવિશિલ્ડ રસીના બંને ડોઝ લીધા હશે તો પણ તેઓને ૧૦ દિવસ સુધી કોરન્ટાઇનમાં રહેવાના નિયમનું પાલન કરવું પડશે. બ્રિટન સરકારે ભારતીયોએ લીધેલી કોવિશિલ્ડની રસીને માન્યતા આપી દીધી પરંતુ માન્ય વેક્સીનેશનની જે ૧૭ દેશોની યાદી બનાવી છે તેમાંથી હજુ પણ ભારતને બહાર રાખ્યું હતું જેથી બ્રિટનની મુલાકાતે જનારા તમામ ભારતીઓને રસીના બંને ડોઝ લીધા હશે તેમ છતાં તેઓને રસી નહી લીધેલા મુસાફરોને લાગુ પડતા તમામ નિયમોનું પાલન કરવું પડશે. દરમ્યાન બ્રિટનના અધિકારીઓએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે અમને કોવિશિલ્ડ રસીની સામે કોઇ વાંધો નથી પરંતુ ભારતમાં રસી લીધાનું જે સર્ટિફિકેટ અપાય છે તેના ઉપર અમને સહેજપમ ભરોસો નથી, તેમ છતાં આ સમસ્યાને કેવી રીતે સર્વાનુમતે ઉકેલી શકાય તે માટે ભારત અને બ્રિટનના અધિકારીઓએ ચર્ચા-વિચારણા શરુ કરી દીધી છે અને અમને આશા છે કે ટૂંક સમયમાં જ આ મુદ્દાનો ઉકેલ આવી જશે. આગામી ૪ ઓક્ટોબરથી અમલમાં આવી રહેલી અને બ્રિટનની સરકાર દ્વારા જાહેર કરાયેલી છેલ્લી ગાઇડલાઇન્સનો ઉલ્લેખ કરતાં બ્રિટિશ અધિકારીઓએ કહ્યું હતું કે લંડનને કોવિશિલ્ડ સામે કોઇ વાંધો-વિરોધ નથી પરંતુ ભારતમાં અપાતા પ્રમાણપત્ર સામે વાંધો છે. બ્રિટિશ હાઇકમિશનના પ્રવક્તાએ કહ્યું હતું કે બ્રિટન આંતરરાષ્ટ્રીય હવાઇ મુસાફરીને ફરીથી ખુલ્લી મૂકલા ઉત્સુક અને આતુર છે, અને લોકો વધુ મુક્તપણે અને સલામત રીતે પ્રવાસ કરી સકે તે દિશામાં સરકારે કરેલી જાહેરાત એ પ્રથમ કદમ બની રહેશે.
Recent Comments